ઉમર થતા રિટાયર્ડ થાય છે દરેક પ્લેન, જાણો કેટલી હોય છે ઉમર
લાંબા અંતરની મુસાફરીનું સૌથી ઝડપી સાધન હાલમાં વિમાન છે. તમે ક્યારેય વિચાર્યુ રે વર્ષો સુધી સેવા આપ્યા બાદ આખરે તે વિમાનનું શું થાય છે. જ્યારે વિમાન નિવૃત્ત થાય છે ત્યારે તેનું શું થાય છે? આજે અમે તમને જણાવીશું.
લાંબા અંતરની મુસાફરીનું સૌથી ઝડપી સાધન હાલમાં વિમાન છે. તમે ક્યારેય વિચાર્યુ કે વર્ષો સુધી સેવા આપ્યા બાદ આખરે તે વિમાનનું શું થાય છે. જ્યારે વિમાન નિવૃત્ત થાય છે ત્યારે તેનું શું થાય છે? આજે અમે તમને જણાવીશું.

વિમાનનું આયુષ્ય કેટલુ હોય છે?
તમને સવાલ થતો હશે કે એ વિમાન કેટલા વર્ષો સુધી સેવા આપી શકે? મોટા ભાગના લોકો એ માનતા હોય કે આટલુ મોટુ વિમાન ઘણા દાયકાઓ સુધી સેવા આપતુ રહે. પરંતુ તમને જણાવી દઈએ કે વિમાનનું સરેરાશ જીવનકાળ ફક્ત 25 વર્ષથી 30 વર્ષ સુધીનું હોય છે.

વિમાનની ઉંમર કેવી રીતે નક્કી થાય છે?
વિમાનની ઉમર દબાણ ચક્રો દ્વારા માપવામાં આવે છે. દર વખતે જ્યારે વિમાન ટેકઓફ કરે ત્યારે તેના પર દબાણ પડે છે. જેના કારણે તેના ધડ અને પાંખો પર પ્રેસર આવે છે. વિમાન ઉત્પાદકો મેન્ટેન્સ પ્રોગ્રામ દ્વારા નક્કી કરે છે કે વિમાનને કેટલુ નુકસાન થયું છે.

વિમાન ખરેખર ક્યારે નિવૃત્ત થાય છે?
કોઈ પણ વિમાનને નિવૃત થવા વૃદ્ધ થવાની રાહ જોવાતી નથી. ઘણા વિમાનો પુરા વર્ષો સુધી કાર્યરત રહેતા નથી. એક વિમાન સરેરાસ 25 વર્ષ સેવા આપી શકે છે. પરંતુ મોટા ભાગના વિમાનોને 18 વર્ષે જ નિવૃત કરી દેવાય છે.

વિમાન નિવૃત્ત થાય ત્યારે શું થાય છે?
વિમાનની નિવૃત્તિ પછી શું થાય છે એ એક રોચક સવાલ છે. વિમાન નિવૃત્ત થાય છે ત્યારે તે સ્ટોરેજ એરપોર્ટ પર તરફ તેની છેલ્લા ઉડાન ભરે છે. આ સ્ટોરેજ મોટા વિસ્તારમાં ખુલ્લા આસમાન નીચે હોય છે. વિશ્વના ઘણા એવા સ્થળો છે. જેમાંથી મોટા ભાગના દક્ષિણ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે. તેનું મુખ્ય કારણ ત્યાંની સુકી દવા છે. જેના કારણે વિમાનોને કાટ લાગતો નથી. સ્ટોરેજ એરપોર્ટ પર પહોંચ્યા પછી તેના પરથી મીઠાના કોટિંગને દૂર કરવા ધોવામાં આવે છે. તે પછી ઈંધણ ટાંકીને સુકવી દેવામાં આવે છે. ગ્રીસ કરવામાં આવે છે અને ટાયરોને સુરક્ષીત કરી દેવાય છે.

વિમાનને કેમ સાચવવામાં આવે છે?
એક વિમાનમાં સરેરાશ 3 લાખ 50 હજારથી વધુ અલગ અલગ ક્મ્પોનેટ્સનો ઉપયોગ કરાય છે. વિમાન ભલે નિવૃત થયુ હોય પરંતુ તેના ઘણા ભાગોને અન્ય વિમાનમાં સ્પેર પાર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.












Click it and Unblock the Notifications
