પેટમાં થઈ રહી હતી પીડા, એક્સ-રે કરાવતા નીકળ્યો સ્ટીલનો ગ્લાસ

દિલ્હીની નજીક હરિયાણાના ફરીદાબાદમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. એક વ્યક્તિના પેટ ખૂબ જ પીડા હતી. એક્સરેમાં જોવા મળ્યુ કે આ વ્યક્તિના પેટમાં એક સ્ટીલનો ગ્લાસ ફસાયેલો છે.

દિલ્હીની નજીક હરિયાણાના ફરીદાબાદમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. અહીં એક વ્યક્તિના પેટ ખૂબ જ પીડા હતી. હેરાન થઈને આ વ્યક્તિ ડૉક્ટર પાસે તપાસ કરાવવા માટે પહોંચ્યો. ડૉક્ટરે તેને એક્સરે કરાવવા માટે કહ્યુ. એક્સરેમાં જોવા મળ્યુ કે આ વ્યક્તિના પેટમાં એક સ્ટીલનો ગ્લાસ ફસાયેલો છે. ડૉક્ટરોએ તે વ્યક્તિને ઓપરેશન કરાવવા માટે કહ્યુ, જો કે દર્દીના પરિવારજનો આના માટે તૈયાર ન થયા. ત્યારબાદ હોસ્પિટલે તેમને એઈમ્સ રિફર કરી.

ફરીદાબાદનો રહેવાસી છે પીડિત દર્દી

ફરીદાબાદનો રહેવાસી છે પીડિત દર્દી

સમગ્ર મામલો ફરીદાબાદની બી કે હોસ્પિટલનો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 30 વર્ષીય એક વ્યક્તિ પેટમાં પીડાની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે પહોંચ્યો હતો. આ વ્યક્તિની હાલત જોઈને ડૉક્ટરોઓએ તેનો એક્સરે કરાવ્યો જેમાં માલુમ પડ્યુ કે તેના મોટા આંતરડામાં સ્ટીલનો ગ્લાસ ફસાયેલો છે. દર્દીની હાલત જોઈને ડૉક્ટરોએ તરત જ તેને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરી દીધો છે.

મોટા આંતરડામાં ફસાયો છે સ્ટીલનો ગ્લાસ

મોટા આંતરડામાં ફસાયો છે સ્ટીલનો ગ્લાસ

ડૉક્ટરોએ જણાવ્યુ કે લગભગ 7 દિવસ પહેલા દર્દીના પેટમાં આ ગ્લાસ જતો રહ્યો હતો કે જે બાદમાં મોટા આંતરડામાં ફસાઈ ગયો. ગ્લાસ ફસાવવાનું કારણે આ વ્યક્તિને પેટમાં પીડા ઉપરાંત બીજી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. છેવટે પીડિત વ્યક્તિ હોસ્પિટલ આવ્યો અને બીજા એક એક્સરેમાં માલુમ પડ્યુ કે તેના પેટમાં ગ્લાસ ફસાયેલો પડ્યો છે.

દર્દીને એઈમ્સ હોસ્પિટલ રિફર કરવામાં આવી

દર્દીને એઈમ્સ હોસ્પિટલ રિફર કરવામાં આવી

ડૉક્ટરોએ જણાવ્યુ કે પહેલા ગ્લાસને મળદ્વાર દ્વારા બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી. જો કે મળદ્વારમાં જખમ થઈ ગયુ હતુ. તેના ઓપરેશનની વાત ડૉક્ટરોએ કહી. જો કે દર્દીના પરિવારજનો આના માટે તૈયાર ન થયા. બાદમાં બી કે હોસ્પિટલના ડૉક્ટરોએ દર્દીને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X