Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં પહેલી વખત ડેક્રીઓસૌરિડ સોરોપોડ ડાયનાસોરના અવશેષ મળ્યા, જાણો કેમ ખાસ મનાય છે?

કહેવાય છે કે દુનિયામાં એક વખત ભીમકાય જીવ ડાયનાસોરનું રાજ હતું. આ ડાયનાસોર પૃથ્વીના તમામ વિસ્તારમાં જોવા મળતા હતા. વૈજ્ઞાનિકોને ખોદકામ દરમિયાન આ વાતના પુરાવા મળ્યા. આ પુરાવામાં હવે ભારતમાં પહેલી વખત ડેક્રીઓસૌરિડ સોરોપોડ ડાયનાસોરના અવશેષ મળ્યા છે.

ડેક્રીઓસૌરિડ સોરોપોડ ડાયનાસોરના અવશેષ પહેલા ક્યારેય ભારતમાં જોવા મળ્યા નથી. આ ખાસ ડાયનાસોર ડિક્રિયોસૌરિડ સોરોપોડ દુર્લભ ડાયનાસોર હતા. તેમનું શરીર અન્ય ડાયનાસોર કરતાં નાનું પરંતુ તે ખૂબ જ મજબૂત અને ઝડપી હતા.

Dinosaur

ડિપ્લોડોકોઇડ્સ જૂથના આ ડાયનાસોરના અવશેષ પહેલા ભારતમાં ક્યારેય જોવા મળ્યા ન હતા. તુ હવે તેના અવશેષો રાજસ્થાનના જેસલમેર પાસેના રણમાંથી મળી આવ્યા છે.

રાજસ્થાનના રણમાં મળી આવેલા આ ડિક્રિયોસૌરિડ સોરોપોડ ડાયનાસોરના અવશેષ 167 મિલિયન વર્ષ જૂના છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમની ગરદન લાંબી હતી અને તેઓ માત્ર પાંદડા ખાઈને જીવતા હતા.

વૈજ્ઞાનિકોના મતે આ વિશ્વના સૌથી જૂના ડાયનાસોરમાંથી એક હતા. આ શોધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પુરાતત્વવિદોની ટીમ દ્વારા કરવામાં આવી છે. આને લઈને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં એક આર્ટિકલ પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં જાણવા મળ્યું કે મોસોઝોઇક યુગમાં રણનો આ વિસ્તાર ટેથિસ મહાસાગરના કિનારે હતો.

વૈજ્ઞાનિકો અનુસાર, પૃથ્વી પર મુખ્ય પ્રકારના ડાયનાસોર હતા. તેમાંથી એક શાકાહારી અને બીજા માંસાહારી હતા. હાલમાં જ ઈંગ્લેન્ડમાં વિશ્વના સૌથી મોટા માંસાહારી ડાયનાસોરનો અશ્મિ મળી આવ્યા હતા. આ અશ્મિ આઇલ ઓફ વિટ પર દરિયા કિનારે મળી આવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ લગભગ 125 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર જીવતા હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X