આઠ હાથ-પગ સાથે પેદા થયો અજીબોગરીબ બાળક, ડોક્ટરો પણ હેરાન

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ હરદોઈ માં એક અદભુત મામલો સામે આવ્યો છે. અહીં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં એક વિચિત્ર બાળકે જન્મ લીધો છે. આ બાળકના આઠ હાથ પગ છે. ડોક્ટર ઘ્વારા આ બાળકની હાલત એકદમ તંદુરસ્ત બતાવવામાં આવી છે. ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલીવાર આવો કોઈ કેસ આવ્યો છે જેમાં તેમનો કોઈ વિચિત્ર બાળકની ડિલિવરી કરી હોય. વિચિત્ર બાળકના જન્મ વિશે ખબર આખા ગામમાં આગ માફક ફેલાઈ ગયી. જેના કારણે તેને જોવા માટે લોકોની ભીડ જમા થઇ ગયી હતી.

bizarre facts

આ આખો મામલો હરદોઈ પિહાની ગામનો છે. જ્યાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જન્મેલો બાળક ગામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યો છે. બાળકના જન્મ વખતે તેની માતાની હાલત ખુબ જ ગંભીર થઇ જવાને કારણે તેમને હેમેગલગંજ થી પિહાની લાવવામાં આવ્યા હતા. બાળકના જન્મ વખતે ઘરવાળા ખુબ જ ખુબ જ હતા પરંતુ બાળકને જોઈને તેઓ હેરાન થઇ ગયા.

ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળક ખુબ જ તંદુરસ્ત છે. ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પોતાની પ્રેકટિક્સ માં આવો પહેલો કેસ જોયો છે. બીજી બાજુ અદભુત બાળકના જન્મ વિશે ખબર ગામમાં આગ માફક ફેલાઈ ચુકી છે. દૂર દૂર થી લોકો આ બાળકને જોવા માટે આવી રહ્યા છે. લોકોમાં આ બાળક કુતુહલ નો વિષય બની ચુક્યો છે.

English summary
Hardoi Strange child born hospital doctors are stunned

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.