કુપ્રથા એવી કે છોકરીઓ પોતાના પિતાને જ પતિ બનાવવા મજબુર છે, જાણો ક્યાંની છે આ વાત?
દુનિયામાં રીતિ રિવાજો અને પંરપરાઓના નામે મહિલાઓ સાથે અત્યાચારો થતા આવ્યા છે. આજે પણ દુનિયામાં એવી પરંપરાઓ હયાત છે જેના વિશે સાંભળીને તમે વિચારતા રહી જશો. એક કમ્યુનીટિમાં તો છોકરીઓ પોતાના પિતાને જ પતિ બનાવે છે.
દુનિયામાં તમે ઘણી કુપ્રથાઓ અને વિચિત્ર પરંપરાઓ વિશે સાંભળ્યુ હશે પણ આજે અમે તમને જે પરંપરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય. આ દુનિયામાં એક એવો સમુદાય છે જેમાં દીકરીના પિતા જ તેનો પતિ બને છે.

આ સમુદાય બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં માધોપુર જંગલમાં જોવા મળે છે. આ આદિવાસી સમુદાયનું નામ મંડી છે. મંડી સમુદાયના મોટાભાગના લોકોએ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો છે અને અહીં મહિલાઓ પરિવાર પર રાજ કરે છે.
અહેવાલો અનુસાર, આ સમુદાયની એક મહિલાઓ જણાવે છે કે, તેમને તેમના લોકો માટે કેટલીક વસ્તુઓ કરવી પડે છે. તેમને પોતાના લોકો માટે પોતાની સંપતિ બચાવવી પડે છે એટલે જ પુત્રીના તેના પિતા સાથે લગ્ન જરૂરી છે. આ સમાજમાં આ વસ્તુને જરૂરી માનવામાં આવે છે.
મંડી સમુદાયના લોકોમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. હવે સ્થિતી એ છે કે ઘણી છોકરીઓ આ પ્રથાથી ભાગવા માંગે છે. ઘણી છોકરીઓના જીવન બરબાદ થઈ રહ્યા છે. હવે ધીરે ધીરે આ પ્રથા નાબૂદ કરવામાં આવી રહી છે. નવા જમાનાની છોકરીઓ આ પરંપરાને યોગ્ય નથી માનતી અને તેનો વિરોધ કરી રહી છે.












Click it and Unblock the Notifications
