અહીં હનુમાનજી ડોક્ટર બનીને લોકોની બિમારીનો ઈલાજ કરે છે, જાણો ક્યાં આવેલુ છે વિચિત્ર મંદિર?
ભારતના લોકોને ધર્મમાં ઘણી શ્રદ્ધા છે. આ જ કારણ છે કે ભારતમાં વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે. આવુ જ એક અનોખુ મંદિર મધ્યપ્રદેશમા આવેલુ છે.
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં ડોક્ટર હનુમાનજીનું આ અનોખુ મંદિર આવેલુ છે. માનવામાં આવે છે કે હનુમાનજી પોતે ડૉક્ટર બનીને દર્દીઓની સારવાર કરે છે. હોસ્પિટલ જેવા મંદિરમાં ડોક્ટર હનુમાનજી દ્વારા તમામ રોગોનો ઈલાજ કરવામાં આવે છે.

અહીં અનેક રાજ્યોમાંથી ભક્તો પોતાની અરજી લઈને આવે છે. ખાસ વાત એ છે કે 26 સપ્ટેમ્બરે બુઢવા મંગલ પર લાખો લોકો ડૉક્ટર હનુમાન મંદિરના દર્શન કરવા આવે છે. આના માટે વિશેષ તૈયારીઓ કરાય છે.
ભિંડનું પ્રાચીન બડે હનુમાન મંદિર લોકોની આસ્થા અને આદરનું કેન્દ્ર છે. અહીં દર શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ મંદિરમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લોકોની ભારે ભીડ જામે છે. મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાને કારણે આ મંદિરને બડે હનુમાનજી મંદિર કહેવામાં આવે છે.
મંદિરના મહંત રામદાસજી જણાવે છે કે, અહીં હનુમાનની પૂજા ડૉક્ટર તરીકે થાય છે. હનુમાન પોતે ડૉક્ટર બનીને તેમના એક ભક્તની સારવાર માટે આવે છે અને પીડિત દર્દીને સાજા કરે છે. એટલા માટે તેમને ડૉક્ટર હનુમાન તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિરમાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.
આ ડંડરૌઆ ધામ મંદિરમાં વિવિધ રોગોથી પીડિત દર્દીઓ પણ તેમની પીડા સાથે ડૉક્ટર હનુમાનના ક્લિનિક પર પહોંચે છે. માનવામાં આવે છે કે સતત પાંચ મંગળવાર સુધી ડૉક્ટર હનુમાનના દર્શન કરવાથી કેન્સર અને ટીવી જેવી નાની-મોટી બીમારીઓ પણ દૂર થઈ શકે છે. આ મંદિરના દર્શન કરવા માટે તમે ભીંડ જિલ્લામાંથી મેહગાંવ થઈને પહોંચે છે.












Click it and Unblock the Notifications
