ટ્રેનને બ્રેક કેવી રીતે લાગે છે? વિગતે સમજો પુરી સિસ્ટમ

ઓડિશામાં છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 288 જેટલા લોકોના મોત થયા છે ત્યારે હવે લોકો એવુ કહી રહ્યા છે કે જો બ્રેક લગાવાઈ હોય તો અકસ્માત ટાળી શકાયો હોત. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે આખરે ટ્રેનને રોકવા માટે બ્રેક કેવી રીતે લગાવાય છે?

આટલા મોટા અકસ્માતને ટાળવા માટે ટ્રેન કેમ ન રોકાઈ તેવા સવાલ થઈ રહ્યા છે ત્યારે ટ્રેનની બ્રેક સિસ્ટમને સમજવી જરૂરી છે. અહીં તમને ટ્રેનની પુરી બ્રેક સિસ્ટમ વિશે સમજાવવાનો પ્રયાસ કરીશુ.

train brake

ટ્રેનમાં પણ કારની જેમ જ બ્રેક શૂ દ્વારા બ્રેક લગાવાય છે. બ્રેક શૂને પ્રેશરથી નિયંત્રિત કરવાથી તે બ્રેક શૂ ટાયર પર ચોંટી જાય છે અને ટ્રેનની સ્પીટ ઓછી થાય છે. જો કે, ટ્રેનમાં બ્રેક લગાવવાની રીત કાર કરતા ઘણી અલગ છે.

સામાન્ય રીતે જ્યારે કારમાં બ્રેક લગાવવામાં આવે છે ત્યારે બ્રેક ટાયરને ચોટી જાય છે અને સામાન્ય સ્થિતીમાં તે ટાયરથી અલગ હોય છે. જો કે ટ્રેનમાં આ સિસ્ટમ અલગ રીતે કામ કરે છે.

ટ્રેનમાં આ સિસ્ટમ અલગ રીતે કામ કરે છે. ટ્રેનમાં બ્રેક શૂ સતત ટાયર પર ચોંટેલા હોય છે અને ટ્રેન ચાલી રહી હોય ત્યારે બ્રેક પ્રેસર પાછી ખેંચી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે ટ્રેન આગળ વધે છે ત્યારે પ્રેસર જાળવી રાખવું પડે છે. જેના કારણે બ્રેક શૂ પાછળ રહે છે અને ટ્રેન આગળ વધતી રહે. આવી સ્થિતિમાં ટ્રેનને રોકવા માટે પ્રેશર છોડવું પડે છે અને જ્યારે પ્રેશર છૂટે છે ત્યારે ટાયરના બ્રેક શૂ અટકી જાય છે અને ટ્રેન ઉભી રહે છે.

અહીં સૌથી મોટી વાત એ છે કે જે જો ડ્રાઈવર ઊંઘી જાય ટ્રેન તેની રીતે જ ઉભી રહી જાય છે. ડ્રાઈવરે વારંવાર પ્રેશર લગાવતા રહેવું પડે છે અને જો ડ્રાઈવર ઊંઘમાં હોય ત્યારે પ્રેશર ન આપે તો દબાણ વગર આપોઆપ બ્રેક લાગી જાય છે અને માહિતી કંટ્રોલ રૂમ સુધી પણ પહોંચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X