બીજી પ્રેમિકા સાથે રાત વિતાવવા પ્રેમીએ પહેલી પ્રેમિકા સામે અપહરણનું નાટક કર્યુ, પછી જે થયુ તેને તમામને હલબલાવી
તમે ઘણા લોકોને છોકરીઓ માટે પાગલપન કરતા જોયા હશે. લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા માટે કોઈપણ હદ વટાવતા હોય છે. હાલમાં એક વ્યક્તિએ એવુ કર્યુ કે હવે તેની ખુબ ચર્ચા થઈ રહી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિની સ્ટોરી ખુબ ચર્ચાઈ રહી છે. આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ એવુ ખોટુ કહ્યું કે મોટી મુશ્કેલીમાં ફસાયો.

અહેવાલો એનુસાર, તેનું એક સાથે બે યુવતીઓ સાથે અફેર હતું. આ વ્યક્તિએ બીજી ગર્લફ્રેન્ડ માટે પહેલી ગર્લફ્રેન્ડને એવુ ખોટુ કહ્યું કે જેલની હવા ખાવાનો વારો આવી ગયો. હવે ઘટના વાયરલ થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાના વોલોન્ગોંગમાં રહેતા રહેવાસી 31 વર્ષીય પોલ ઈએરા આ વર્ષે 31મી ડિસેમ્બરે તેની બીજી ગર્લફ્રેન્ડ સાથે રાત વિતાવવા માંગતો હતો. આ માટે તેની પ્રથમ ગર્લફ્રેન્ડને ખોટુ બોલ્યો અને કહ્યું કે તે તેના બેંકરને મળવા જઈ રહ્યો છે.
ત્યારબાદ રાત્રે પોલ અને તેની બીજી ગર્લફ્રેન્ડે અપહરણકર્તા બનીને પ્રથમ ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો કે પોલનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે તેમની કસ્ટડીમાં છે. જ્યારે તે તેની બાઇક તેને સોંપશે ત્યારે જ તે તેને બીજા દિવસે સવારે મુક્ત કરશે.
પૌલે વિચાર્યું ન હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ એટલી ડરી જશે કે તે સીધી પોલીસ પાસે જશે. પછી પોલીસે તેને શોધવા એડીચોટીનું જોર લગાવી દીધુ. 1 જાન્યુઆરીએ પોલની કાર મળી આવી હતી જેમાં તે તેની બીજી ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો.
તેણીએ પોલીસને જણાવ્યું કે. તેનું ખરેખર એક મધ્ય પૂર્વીય વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેણે બાદમાં તેણીને જવા દીધી. લગભગ 12 દિવસ સુધી તપાસ કર્યા પછી પોલીસને જાણવા મળ્યું કે પોલ ખોટું બોલી રહ્યો છે.
આ ઘટનામાં પોલને કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી. પોલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે, તેણે પોતાનું અફેર છુપાવવું હતું, તેથી જ તે ખોટું બોલી રહ્યો હતો. આ કારણે પોલીસે તેની સજા ઘટાડી અને પોલીસનો સમય બગાડવા બદલ તેના પર 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેને 350 કલાક સામુદાયિક સેવા કરવા પણ કહ્યું.












Click it and Unblock the Notifications
