આ ગામમાં માણસો ઓછા અને પુતળા વધુ જોવા મળે છે, જાણો શું છે કારણ?
વિવિધતાઓથી ભરેલી આ દુનિયામાં ઘણી વિચિત્ર જગ્યાઓ પણ આવેલી છે. આ જગ્યાઓ તેની વિચિત્રતાને કારણે દુનિયાભરમાં જાણીતી છે. આવી જ એક જગ્યા જાપાનમાં આવેલી છે. જાપાનમાં આવેલી આ જગ્યા એક ગામ છે અને અહીં માણસો કરતા પુતળા વધુ જોવા મળે છે.
જો તમે ફરતા ફરતા અજાણતા જ આ ગામમાં પહોંચી જાવ તો સૌથી પહેલા તો તમે ડરીને ભાગવા લાગશો. કારણ કે આ ગામમાં માણસો ઓછા અને પુતળા વધુ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ગામમાં પુતળા ફેલાયેલા છે.

જાપાનના શિકોકુ ટાપુ પર વસેલુ આ ગામ તેની આ વિચિત્રતાને કારણે દુનિયાભરમાં ફેમસ છે. આ ગામને લોકો પુતળાના ગામ તરીકે પણ ઓળખે છે. સ્થાનિકો આ પુતળાઓને બિજુકા તરીકે ઓળખાવે છે. આ પુતળાઓ પહેલી વખત ગામમાં આવતા પ્રવાસીઓને ડરાવે છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ગામમાં માત્ર 30 લોકો રહે છે અને 300 જેટલા પુતળાઓ છે. ગામમાં પુતળાઓની હાજરી પાછળ એક કહાની જોડાયેલી છે. 10 ર્ષ પહેલા આ ગામમાં એક મહિલાએ શાળામાં રાખવા માટે કેટલાક પૂતળા બનાવ્યા હતા. પહેલા ગામમાં ઘણા લોકો હતા પરંતુ કામ માટે ગામ છોડીને જતા રહ્યા.
આ શરૂઆત બાદ ગામના લોકો પોતાની એકલતાને દુર કરવ માટે પુતળા મુકવાની એક પરંપરા શરૂ કરી દીધી અને લોકો સતત પુતળા મુકતા ગયા. સૌથી પહેલા આ પૂતળા ગામની એક વૃદ્ધ મહિલા દ્વારા બનાવવામાં આવ્યા હતા. ગામની નિર્જનતા દૂર કરવા માટે મહિલાએ આ કર્યું હતું. હવે આ પુતળા જ આ ગામની ઓળખ બની ગઈ છે.












Click it and Unblock the Notifications
