Khan Sir Viral Video: જ્યારે લગ્ન ન કરવા કરી નાખ્યું મુંડન, ખાન સરે જણાવ્યો કિસ્સો, જુઓ વીડિયો
Khan Sir Viral Video: KBC માં જ્યારે પણ કોઇ સેલિબ્રિટી આવે છે, તો ઘણી વાત એવી સામે આવે છે, જે દર્શકો માટે ઘણા આશ્ચર્ય હોય છે. એવા ઘણા કિસ્સા છે, એમાં એવો જ એક કિસ્સો છે, જ્યારે પટનાના ખાન સર કેબીસીમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખાન સરે બિગ બીને આવા ઘણા કિસ્સાઓ સંભળાવ્યા હતા, જેને સાંભળીને અભિતભ બચ્ચન સહિત તમામ દર્શકો ચોંકી ગયા હતા.

છોકરીએ અભ્યાસ માટે કરાવ્યું મુંડન - ઉલ્લેખનીય છે કે, ખાન સર તેમના વિદ્યાર્થીઓની સ્ટોરી સંભળાવી રહ્યા હતા, પછી તેમણે કન્યા કેળવણીના મહત્વ વિશે વાત કરતાં એક કિસ્સો સંભળાવ્યો હતો.
ખાન સરે જણાવ્યું હતું કે, જ્યારે એક છોકરી માથે મુંડન કરાવી સાથે ભણવા આવી, તો મને આશ્ચર્ય થયું અને જ્યારે મેં તેને પૂછ્યું કે, તે આવું કેમ કર્યું. જેથી યુવતીએ જણાવ્યું કે, તેના પરિવારના સભ્યો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, તેથી તેણે આ પગલું ભર્યું હતું.
અમિતાભ પણ ભાવુક થઈ ગયા - આ પછી ખાન સાહેબે કહ્યું કે, લોકોએ સમજવું પડશે કે, છોકરીઓને શિક્ષિત કરવી ખૂબ જ જરૂરી છે. કોણ કહે છે કે, કફનનો રંગ સફેદ હોય છે, મેં ઘણી છોકરીઓને લાલ લહેંગા પહેરેલી જોઈ છે. આ સાંભળીને બિગ બી ભાવુક થઈ ગયા હતા.
ખાન સર પણ સ્ટોરી સંભળાવતા ભાવુક થઈ જાય છે અને કહે છે કે, લોકોએ સમજવું પડશે કે, જો તેઓએ દેશને આગળ લઈ જવો હોય, તો છોકરાઓની સાથે છોકરીઓએ પણ આગળ આવવું પડશે.
ખાન સરે જણાવ્યું હતું કે, જે લોકો છોકરીઓના શિક્ષણનો વિરોધ કરે છે, તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જ્યારે તેઓ તેમની પત્નીની સારવાર માટે હોસ્પિટલમાં જાય છે, ત્યારે તેમને લેડી ડૉક્ટર શોધવાનો પણ અધિકાર નથી.
एक एक शब्द आपको झकझोर देंगे और सोचने पर विवश कर देंगे. pic.twitter.com/rV10Lmu0F2
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) September 27, 2023












Click it and Unblock the Notifications
