સાવધાન.. માર્કેટમાં આવ્યો રોમાન્સ સ્કેમ, ત્રણ બાળકોની માતાને લાખોનો ચુનો લગાવ્યો

આ દિવસોમાં ઓનલાઈન સ્કેમની ભરમાર જોવા મળી રહી છે ત્યારે હવે એક નવા સ્કેમનો ખુલાસો થયો છે. રોમાન્સ સ્કેમના નામે ઓળખાતા આ સ્કેમમાં એક મહિલાને પોતાની આખી જીંદગીની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.

ઓનલાઈન ડેટિંગ એપના જમાનામાં જો તમે સાવધાન ન રહો તો મોટુ નુકસાન થઈ શકે તેનો એક પુરાવો સામે આવ્યો છે.અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક મહિલાને લાઈફને બરબાદ કરવા સાથે પુરી જીંદગીની કમાણી ગુમાવવી પડી છે.

Romance Scam

અહેવાલો અનુસાર, ત્રણ બાળકોની માતા અને પતિથી અલગ રહેતી રેબેકા હોલોવેએ થોડા સમય પહેલા તેણે ડેટિંગ એપ પર પાર્ટનર શોધવાનું શરૂ કર્યું હતું. ત્યાં તે ફ્રેડ નામના એક માણસને મળી. આ માણસ પોતાને બિઝનેસમેન ગણાવતો હતો.

આ માણસે આ મહિલાને પ્રેમમાં ફસાવીને ભવિષ્યના પ્લાનિંગના સપના દેખાડ્યા અને એક સ્કીમમાં પૈસા રોકવા કહ્યું. આ વ્યક્તિએ મહિલાને સારા વળતરની લાલચ આપી. પ્રેમમાં વિશ્વાસ રાખીને આ મહિલાએ એ સ્કીમમાં રોકાણ કર્યુ.

રોકાણ બાદ તેને ખોટ થઈ રહી હોવાના સંકેત મળ્યા. આ દરમિયાન ફ્રેડ નામના એ વ્યક્તિએ ફોન અને મેસેજ કરવાનું ઓછુ કરી દીધુ. હવે તેને તેના પૈસા વિશે કોઈ માહિતી નથી મળી રહી.

રેબેકા પાસે બીજો કોઈ વિકલ્પ ન રહેતા તેને પોલીસની મદદ લીધી છે. તેણીએ જણાવ્યું કે, તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પોલીસે તપાસમાં સામે આવ્યુ કે તે રોમાન્સ સ્કેમનો શિકાર બની છે. આ ઠગ મહિલાઓને ફસાવે છે અને પૈસા લઈને ફરાર થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X