જાણો શું હોય છે પાણીને માપવા માટે વપરાતુ માપ ક્યુસેક? એક ક્યુસેકમાં કેટલુ પાણી હોય?

હાલ ભારતમાં ચોમાસુ ચાલી રહ્યુ છે અને રોજ વરસાદના સમાચાર આવતા રહે છે. વરસાદના સમાચાર સાથે તમે ઘણી વખત ડેમની સપાટીના સમાચારો સાથે ક્યુસેક શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. જો કે તમે એ નહીં જાણતા હોય કે એક ક્યુસેક એટલે કેટલુ પાણી? આજે અમે તમને જણાવીશું.

પીવાનું પાણી, બાંધકામ કે કૃષિ અને ઉદ્યોગ માટે વપરાતા પાણીને ક્યુસેકમાં વહેંચવામાં આવે છે. પાણીના જથ્થાને માપવા માટે વિવિધ એકમોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી એક ક્યુસેક એટલે કે ક્યુબીક ફીટ પ્રતિ સેકન્ડ છે.

cubic feet per second

ક્યુસેક એક માપ માટેનું એકમ છે અને પાણીના વેગ અને જથ્થાને દર્શાવવા માટે વપરાય છે. આ એકમ એક સેકન્ડ દરમિયાન વહેતા પાણીનું પ્રમાણ દર્શાવે છે. આને તમે એવી રીતે સમજી શકો છો કે નદીમાંથી છોડવામાં આવતુ પાણી એક સેકન્ડમાં કેટલુ પસાર થાય છે.

ક્યુસેકનો ઉપયોગ મુખ્ય હેતુઓ માટે થાય છે. જેમ કે આબોહવાશાસ્ત્ર, બાંધકામ ઉદ્યોગ અને બાંધકામ વગેરે. આ એક મહત્વપૂર્ણ એકમ છે જે પાણી પુરવઠાની ઝડપ અને જથ્થાને માપવામાં મદદ કરે છે.

આ સિવાય પાણીના વિવિધ સ્ત્રોતોમાંથી સમયાંતરે બદલાતા સપ્લાયના જથ્થાને માપવા માટે પણ ક્યુસેક વપરાય છે. વૈજ્ઞાનિક અભ્યાસો આબોહવા પરિવર્તન અને જળ સંસાધનોના રક્ષણમાં પણ ક્યુસેક દ્વારા પાણીની માપણી થાય છે.

ક્યુસેક એટલે કે ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં એક ફૂટ પહોળી એક ફૂટ લાંબી અને એક ફૂટ ઊંડી જગ્યામાંથી બહાર આવી શકે તેટલું પાણી. સામાન્ય રીતે એક ક્યુસેક એટલે પ્રતિ સેકન્ડ 28.317 લિટર પાણી. હવે તમે કલ્પના કરી શકો છો કે વરસાદની મોસમમાં ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X