For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 જૂન એટલે સામુહિક જન્મ દિવસ, 36 ધારાસભ્યોનો જન્મ દિવસ

1 જૂન એટલે કે વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે), વર્લ્ડ નેલપોલિશ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો વિશે બધાને ખબર હશે, પણ આજની તારીખે આ બે દિવસ સિવાય હજૂ એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

1 જૂન એટલે કે વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે), વર્લ્ડ નેલપોલિશ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો વિશે બધાને ખબર હશે, પણ આજની તારીખે આ બે દિવસ સિવાય હજૂ એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, 1 જૂન એટલે કે સામુહિક જન્મ દિવસ.

mass birthday

પહેલાના સમયમાં કોઈ ટેક્નોલોજી, સાક્ષરતા કે જાગૃતા એટલી બધી લોકોમાં ન હતી. તેથી બાળકોનો જન્મ થતો ત્યારે તેમની નોંધણી કરવાનું કે તેમની જન્મ તારીખ નોંધવાની કોઈ તસ્દી પણ લેતા ન હતા. જે કારણે તેમને જ્યારે સ્કૂલમાં અભ્યાસ માટે મૂકવામાં આવે, ત્યાર જન્મ તારીખ નોંધવી ફરજિયાત હોવાથી તેમની જન્મ તારીખ 1 જૂન નોંધવામાં આવે છે, કારણ કે મોટાભાગના માતા-પિતાને તેમના બાળકની જન્મ તારીખ યાદ ન હોય અને શાળામાં એડમિશન 1 જૂનના રોજ શરૂ થાય છે.

જન્મ તારીખ યાદ ન હોવા છતાં પણ સ્કૂલના ચોપડે તો તારીખની નોંધણી કરવી જ પડે. આ સમસ્યાનો એક દેશી જુગાડ કરવામાં આવ્યો છે. મોટાભાગનું શેક્ષણિક સત્ર 1 જૂનના દિવસે શરૂ થતું હતું. તેથી મોટા ભાગના લોકોની જન્મ તારીખ 1 જૂન નોંધવામાં આવતી હતી. આ કારણો મુજબ 1 જૂનના દિવસે સામુહિક જન્મ દિવસ તરીકે ઉજવામાં આવે છે.

1 જૂનના રોજ 36 ધારાસભ્યોનો જન્મદિવસ

ગુજરાતના રાજકારણીઓ માટે જૂન મહિનો અસામાન્ય રીતે શુભ જણાય છે. 182 ધારાસભ્યોમાંથી 51 જેટલા ધારાસભ્યો લગભગ 28 ટકા જૂનમાં જન્મ્યા છે. આ 51 ચૂંટાયેલા નેતાઓમાંથી, 36નો જન્મ 1 જૂનના રોજ થયો છે. જૂનમાં જન્મેલા 36 ધારાસભ્યોમાંથી શંકર ચૌધરી, મંગુભાઈ પટેલ અને ગણપત વસાવાનો પણ સમાવેશ છે.

એક અધિકારીએ સમજાવ્યું હતું કે, જ્યારે કેટલાક ખરેખર જૂનમાં જન્મેલા હોય છે, તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા હોય છે, યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરીમાં, શાળામાં નોંધણી દરમિયાન જન્મના મહિના તરીકે જૂનનો ઉલ્લેખ કરવામાં આવે છે. શાળાઓ સામાન્ય રીતે જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ કરે છે. ઘણા માતા-પિતા તેમના વોર્ડને વર્ષ બચાવવા માટે નકલી જન્મ તારીખો બનાવે છે.

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ત્યારે હસી પડ્યા અને કહ્યું હતું કે, ગામમાં જન્મ નોંધવાની કોઈ વ્યવસ્થા ન હતી અને શાળાઓમાં માતા-પિતા દ્વારા જે પણ તારીખ દાખલ કરવામાં આવે તે મારી સત્તાવાર જન્મ તારીખ બની ગઈ.

શહેરી વિકાસના પૂર્વ રાજ્ય મંત્રી શંકર ચૌધરી કહે છે કે, તેમની વાસ્તવિક જન્મતારીખ અધિકૃત રેકોર્ડ્સ કરતા અલગ છે, પરંતુ હવે આ તેમની જન્મતારીખ બની ગઈ છે, અને તેના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જ્યારે મારો જન્મ થયો, ત્યારે જન્મ નોંધણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી.

શંભુજી ઠાકોર પણ સ્વીકારે છે કે, જૂન 1 તેમની વાસ્તવિક જન્મ તારીખ નથી. શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, હું શાળાએ ગયો ત્યારે શિક્ષકે મારી જન્મતારીખ જાતે લખી. ત્યારથી, હું મારો જન્મદિવસ 1 જૂનના રોજ ઉજવું છું. પરિવારમાંથી કોઈ શિક્ષિત ન હતું, તેમને ફક્ત હિન્દુ મહિનો જ યાદ હતો, પરંતુ પ્રવેશ સમયે શિક્ષકોએ ફોર્મ ભર્યું અને આ તારીખનો ઉલ્લેખ કર્યો હતો.

English summary
know why June 1 is mass Birthday, the birthday of 36 MLAs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X