39 વર્ષે ચાંદની ધરતી પર મુક્યો અને 93 વર્ષે લગ્ન, ફિલ્મી છે આ અવકાશયાત્રીની લવ સ્ટોરી
ભારતનું ચંદ્રયાન ચાંદની ધરતી પર સફળતાપુર્વક ઉતર્યા બાદ ત્યાં પહોંચેલા માણસો વિશે ચર્ચા થઈ રહી છે. 54 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પહેલુ પગલુ ભર્યુ હતુ. આ સફળમાં તેમની સાથે હતા બઝ આલ્ડ્રિન. અમે તમને 54 વર્ષ પહેલા ચંદ્ર પર પગ મૂકનાર બઝ આલ્ડ્રિનની કહાની જણાવવા જઈ રહ્યા છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્ર પર જઈ આવેલા આ વ્યક્તિની લવ સ્ટોરી ફિલ્મી છે. થોડા દિવસો પહેલા જ 93 વર્ષની ઉંમરે તેમને લગ્ન કર્યા છે. તેની પત્ની તેમનાથી 30 વર્ષ નાની છે.

આપણે જેમની વાત કરી રહ્યા છીએ તે છે બઝ આલ્ડ્રિન. 94 વર્ષના બઝ આલ્ડ્રિને ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્નની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પત્ની સાથેના ફોટા શેર કરીને આખી દુનિયાની સામે આ વાત રાખી હતી.
આ જાહેરાત કરતા તેમણે જણાાવ્યુ કે, મારા 93માં જન્મદિવસ પર મને જણાવતા આનંદ થાય છે કે મેં અને મારી પ્રેમિકા ડૉ. એન્કા ફોરે લગ્ન કરી લીધા છે. અમે બંને ટીનેજર્સની જેમ ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે ઉત્સાહિત છીએ.
ડૉ. એન્કા ફોર 63 વર્ષની છે અને બઝ આલ્ડ્રિન કરતાં 30 વર્ષ નાની છે. બંનેની કેમેસ્ટ્રી શાનદાર છે. બઝ આલ્ડ્રિન દરરોજ તેની પત્ની સાથે તસવીરો શેર કરે છે. 24 જુલાઈના રોજ તેમણે એપોલો-11 મિશનની 54મી એનિવર્સરી પર એક ખાસ પાર્ટી પણ આપી હતી.
આ પાર્ટી બાદ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું કે, 54મી સ્પ્લેશડાઉન એનિવર્સરી, એન્કા અને મિત્રો સાથે અને અમારા જૂના મિત્ર ડોન કેમ્પનો જન્મદિવસ. કેપ્શન પરથી લાગે છે કે તે આ દિવસે પણ મિત્રની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યા છે. એન્કાએ કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે અને હાલમાં તે તેના પતિની કંપનીની વાઇસ પ્રેસિડેન્ટ છે.
બઝ આલ્ડ્રિનના આ ચોથા લગ્ન છે. બંને 6 વર્ષ પહેલા એક કાર્યક્રમમાં મળ્યા અને પ્રેમ થઈ ગયો. ત્યારબાદ 2018માં બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આલ્ડ્રિને એક કાર્યક્રમમાં કહ્યું કે, જ્યારે હું એન્કાને મળ્યો ત્યારે મેં તેને તરત જ ઓળખી લીધો. મને લાગ્યું કે આ એ જ સ્ત્રી છે જે મારી સાથે જીવન વિતાવી શકે છે.
આલ્ડ્રિને મજાકમાં કહ્યું કે, તે થોડી જીદ્દી છે તેથી તે મારી મારી શ્રેષ્ઠ મિત્ર બનવા માટે સંમત થઈ ત્યાં સુધી મને વર્ષો લાગ્યા. પરંતુ હું તેના કરતા વધુ જીદ્દી છું, તેથી હું લગ્ન કરીને જ માન્યો.












Click it and Unblock the Notifications
