અહીં થાય છે માત્ર એક દિવસ માટે લગ્ન, જાણો પછી પતિ-પત્ની શું કરે છે?

લગ્નને લઈને દુનિયામાં હજારો પરંપરાઓ જોવા મળે છે. જો કે તમામ લગ્નમાં એક બાબત કોમન છે અને તે છે સેટલ થવુ. જો કે દુનિયામાં એક લગ્ન એવા પણ થાય છે જે સેટલ થવા માટે નહીં પરંતુ માત્ર એક દિવસ માટે થાય છે.

આજે જે લગ્ન વિશે વાત કરી રહ્યા છીએ તે સૌથી અલગ છે. આ એવા લગ્ન છે જેમાં છોકરો એક દિવસ માટે વર બને છે અને છોકરી એક દિવસ માટે કન્યા બને છે. આવા લગ્ન તમે દુનિયામાં ભાગ્યે જ જોયા હશે.

strange wedding

આ અનોખા લગ્ન ચીનમાં જોવા મળે છે. આખા ચીનમાં એક અલગ જ પ્રકારના લગ્ન થઈ રહ્યા છે. અહીં છોકરાઓ એક દિવસ માટે લગ્ન કરે છે. ચીનમાં આવા લગ્ન હંમેશા થતા નથી પરંતુ આ ટ્રેન્ડ હમણા જ શરૂ થયો છે.

આ લગ્નની સૌથી અનોખી વાત એ છે કે તેમના માટે કોઈ મોટો કાર્યક્રમ રાખવામાં આવતો નથી અને ન તો કોઈ પાર્ટીનું આયોજન થાય છે. આ ખૂબ જ સામાન્ય અને ગુપ્ત રીતે થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં આવા લગ્નોનું ચલણ વધ્યું છે.

ચીનમાં આજકાલ છોકરાઓને લગ્નમાં બહુ તકલીફ પડે છે. છોકરાના પરિવાર અને છોકરાને લગ્ન માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. આ સ્થિતિમાં મોટાભાગના છોકરાઓ લગ્ન વિના જ જીવી રહ્યા છે. હવે સમસ્યા એ છે કે છોકરાઓ માટે ચીનમાં અપરિણીત મોત શુભ માનવામાં આવતું નથી.

આ જ કારણ છે કે છોકરાઓ પોતાની સિંગલ હોવાની ઓળખ ભૂંસી નાખવા માટે એક દિવસ માટે લગ્ન કરી લે છે. ચીનના કેટલાક વિસ્તારોમાં એવી પરંપરા છે કે જો કોઈ છોકરો લગ્ન વિના મૃત્યુ પામે છે તો તેને અંતિમ વિદાય આપતી વખતે તેના લગ્ન કરવામાં આવે છે.

અહીં એક સવાલ એ છે કે છોકરીઓ લગ્ન પછી એક દિવસ માટે પત્ની બની જાય પછી તેનું શું થાય છે. આ બધી છોકરીઓને પૈસા આપીને નોકરી પર રાખવામાં આવે છે. મતલબ કે તે પૈસા લે છે અને એક દિવસ માટે પત્ની બને છે અને પછી તેના કામ પર પાછી ફરે છે. હાલમાં ચીનમાં આ ધંધો ઘણો ફેલાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X