જે બાળકને 13 વર્ષની ઉમર દત્તક લીધો તેની સાથે જ લગ્ન કરી લીધા, જાણો શું છે પુરી ઘટના?
કહેવાય છે કે માંં માટે બાળકો ગમે તેટલા મોટા થઈ જાય પણ તે નાના જ રહે છે. જો કે એક મહિલા એવુ નથી માનતી અને તેને તેના દત્તક લીધેલા પુત્ર સાથે લગ્ન કરી લીધા.
હાલ સોશિયલ મીડિયા પર એક મહિલાની કહાની આગની જેમ વાયરલ થઈ રહી છે. આ મહિલાએ જે કર્યુ તેને લઈને કેટલાક લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, રશિયામાં રહેતી Aisylu Chizhevskaya-Mingalim નામની 53 વર્ષની મહિલાએ તેના દત્તક પુત્ર સાથે લગ્ન કર્યા છે. મહિલા જેની સાથે સંબંધ ધરાવે છે તે છોકરો તેનો સંબંધી નથી પરંતુ તેનો કાયદેસર પુત્ર છે.

આ મહિલાએ 13 વર્ષની ઉંમરથી બાળકનું પાલન-પોષણ કર્યું અને તેની માતા બની. હવે બાળક મોટો થયા પછી તે તેના સંબંધને ભુલી ગઈ અને તેની પત્ની બની ગઈ છે.
રશિયામાં રહેતી આઈસીલુ ચિઝેવસ્કાયા મિંગાલિમ જાણીતા સંગીતકાર અને તાતાર્સ્તનની રહેવાસી છે. આ સમયે તે પોતાના કરિયર માટે નહીં પરંતુ તેના લગ્નને કારણે ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના 22 વર્ષના દત્તક પુત્ર સાથે લગ્ન કર્યા છે.
આઈસીલુ પોતે 53 વર્ષની છે અને તે દાનિલ નામના બાળકને સૌથી પહેલા અનાથાશ્રમમાં સંગીત શીખવતી વખતે મળી હતી. દાનિલ ઝડપથી સંગીત શીખ્યો અને ખૂબ લોકપ્રિય બન્યો. 14 વર્ષની ઉંમરે તેણીએ તેને દત્તક લીધો અને તે બંને સાથે રહેવા લાગ્યા હતા.
ડેનિલ હવે 22 વર્ષનો છે અને 53 વર્ષના સંગીતકારે તેની સાથેનો સંબંધ માતાને બદલે પત્ની જેવો બનાવી દીધો છે.
મીડિયા સાથે વાત કરતા આઈસીલુએ કહ્યું કે, તેમના લગ્ન એક અલગ સ્તરના છે. ઘણા લોકો તેને અભદ્ર ગણાવી રહ્યા છે પરંતુ કપલ તેનાથી પરેશાન નથી. રસપ્રદ વાત એ છે કે, આઈસીલુએ વધુ 5 બાળકોને દત્તક લીધા છે. હવે આ બાળકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. સંગીતકારની આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ બાળકોને અનાથાશ્રમમાં પાછા મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
