For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ઝેરી ગેસ, એક પ્રયોગ, જે છે "રશિયાનું ટોપ સિક્રેટ"

|
Google Oneindia Gujarati News

રશિયાનું અત્યાર સુધી સૌથી મોટું ટોપ સિક્રેટ છે આ પ્રયોગ જેણે જાણીતા શબ્દોમાં "રશિયન સ્લીપ એક્સપરિમેન્ટ" કહેવાય છે. લગભગ 1940 એટલે કે બીજા વિશ્વ યુદ્ધ વખતે રશિયાએ આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ પાછળ રશિયાનો એક જ હેતુ હતો કે તેના સૌનિકો ઊંધ વગર દિવસ, રાત જાગતા રહે અને યુદ્ધ કરતા રહે.

ટાઇટેનિક જહાજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ પણ અજાણી વાતો

એટલું જ નહીં આ માટે રશિયા એ એક ઝેરી ગેસની શોધ પણ કરી દીધી હતી. જેને સૂંધ્યા પછી તમને ઊંધ જ નહીં આવે અને ઉંદર પર આ પરીક્ષણ એક રીતે સફળ પણ થયું હતું. બસ માણસો પર આ પરીક્ષણ કરી છેલ્લી ખાતરી કરવાની હતી. જેથી કરીને તે પાછળથી તેમના સૌનિકોને પણ રોબોટની જેમ દિવસ રાત કામ કરાવી શકાય

આ 7 ભૂતિયા દ્રિપો પર રાતે શું દિવસે પણ લોકો જતાં વિચારે છે!

આ પ્રયોગને માણસો પર કરવા માટે તેમણે 5 લોકોને પસંદ કર્યા. તેમના માટે એક ખાસ ચેમ્બર બનાવવામાં આવી જેમાં 30 મહિના સુધી તમામ ખાદ્ય સામગ્રી અને વ્યવસ્થા કરવામાં આવી. આ ચેમ્બરમાં સૂવા માટે પથારીના સિવાય, બુક, સંગીત તમામની વ્યવસ્થા હતી. અને 27/7 આ લોકો પર એક ટીમ આ પાંચેય લોકોની તમામ મૂવમેન્ટ પર નજર રાખીને બેઠા હતા.

પણ પછી કંઇક તેવું થઇ ગયું જેની કલ્પના પણ આ વૈજ્ઞાનિકોએ નહતી કરી.... ત્યારે શું થયું તે પાંચ લોકો જોડે...કેમ તેમની ચીસો ધીરે ધીરે આવતી બંધ થઇ ગઇ અને એક મહિના અંતે 30 દિવસ સુધી જાગતા લોકોએ શું કહ્યું.... આ બધુ જ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

5 લોકો એક ચેમ્બર

5 લોકો એક ચેમ્બર

આ શોધ માટે મોટા ઇનામ અને પૈસાની લાલચ આપીને પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા જેમને આ ખાસ ચેમ્બરમાં મોકલવામાં આવ્યા. આ પાંચેય લોકો પર વૈજ્ઞાનિકોની એક ટીમ પળે પળની નજર રાખી બેઠી હતી. તેમના શ્વાસો શ્વાસથી લઇને તેમના હલન ચલન દરેક પર આ વૈજ્ઞાનિકોની હતી નજર.

ઊંધ

ઊંધ

સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ વધુમાં વધુ 48 કલાક સુધી ઊંધ્યા વગર રહી શકે છે. પણ તે પછી જાગતા રહેવું તેમના માટે અશક્ય બની જાય છે. અને મગજની નશો અને શરીર પણ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે.

ઝેરી ગેસ અને શરૂઆતના દિવસ

ઝેરી ગેસ અને શરૂઆતના દિવસ

શરૂઆતમાં રશિયન વૈજ્ઞાનિકોને લાગ્યું કે તેમને ઊંધ પર વિજય મેળવી લીધો છે. 5 દિવસ સુધી આ પાંચેય લોકો ઊંધ્યા વગર સામાન્ય રીતે પોતાનું કામ તે ઝેરી ગેસની ચેમ્બરમાં કરતા રહ્યા.

પણ પાંચમો દિવસ...

પણ પાંચમો દિવસ...

પણ પાંચમા દિવસે ચેમ્બરમાં રહેતા લોકો અજીબો ગરીબ વર્તન કરવા લાગ્યા. તે ચીસો પાડવા લાગ્યા કે તેમને બહાર આવવું છે....તેમને સૂવું છે....તેમને આ પ્રયોગનો ભાગ નથી બનવું... પણ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું. અને આ પ્રયોગ કુલ 30 દિવસનો હતો. વૈજ્ઞાનિકોએ આ લોકો પર બિલકુલ પણ દયાભાવ રાખ્યા વગર તેમનું પરીક્ષણ ચાલુ રાખ્યું

પાંચ લોકો

પાંચ લોકો

હારી કંટાળીને ચેમ્બરમાં બંધ લોકો અજીબ વર્તન કરવા લાગે તે ચૂપ રહેવા લાગ્યા કોઇ કોઇની સાથે વાતો નહતું કરતું....ખૂણામાં બેસીને બસ એ જ ગણગણાટ કરવા લાગ્યા કે અમને નીકાળી દો અહીંથી બહાર અમે કોઇને નહીં કહીએ...

10મો દિવસ

10મો દિવસ

10 મો દિવસ આવતા આવતા અંદર રહેલા 5 લોકોનું ગાંડપણ ચરમ સીમાએ પહોંચી ગયું. લોકો એક જગ્યાએથી બીજી જગ્યા નાસભાગ કરવા લાગ્યા. વસ્તુઓ તોડવા લાગ્યા. મોટે મોટે થી ચીસો પાડવા લાગ્યા અને તે ચીસોમાં પણ બસ એક જ અવાજ હતો....અમને કોઇ બહાર નીકળો...ભગવાનના ખાતર અમને બહાર નીકાળો...પ્લીઝ.....

અવાજો પણ બંધ થઇ ગયા

અવાજો પણ બંધ થઇ ગયા

તેમ છતાં બેરહેમ રશિયન શોધકર્તાઓએ પ્રયોગ ચાલુ રાખ્યો. પણ 14માં દિવસે અવાજ આવતા બંધ થઇ ગયા. કારણ...કારણ એ જ કે ચીસો પાડી પાડી તે લોકોની સ્વરપેટી ધસાઇ ગઇ હતી. હવે બોલવા માટે તેમની પાસે કોઇ અવાજ ન નહતો બચ્યો.

15મો દિવસ

15મો દિવસ

રશિયન વૈજ્ઞાનિકોએ ચેમ્બરમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે 15માં દિવસે ઝેરી ગેસના બદલે સામાન્ય ઓક્સિજન ચેમ્બરમાં છોડ્યો. પણ અંદરના લોકોએ ઇશારામાં કહ્યું...હવે અમારે નથી સૂવું...

સૈનિકો અને વૈજ્ઞાનિકો અંદર ગયા

સૈનિકો અને વૈજ્ઞાનિકો અંદર ગયા

ત્યારે અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે સૌનિકો અને વૈજ્ઞાનિકો અંદર માસ્ક પહેરીને અંદર ગયા. અંદર જઇને તેમને જે જોયું તે વસ્તુ કે ફરી કદીયે ભૂલી ના શક્યા.

ચેમ્બરમાં શું થયું હતું.

ચેમ્બરમાં શું થયું હતું.

ચેમ્બરની અંદર એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી. આખી ચેમ્બરમાં 4 ઇંચ પાણી ભરાયેલી હતું જેમાં તેની લાશના અલગ અલગ ટુકડા તરતા હતા. અને તેની છાતી, પગ ગાયબ હતા. આખો રૂમ તેની લાશની ગંધથી કોહવાતો હતો.

તે લોકો...

તે લોકો...

એટલું જ નહીં અન્ય ચાર લોકો પણ અલગ અલગ ખૂણામાં ભરાઇ બેઠા હતા. તે તમામ અજીબ લાગતા હતા. તેમની આંખો બહાર આવી ગઈ હતી. ચામડી અજીબ થઇ ગઇ હતી. તે ગાંડાને જેમ હસી રહ્યા હતા. અને ખાલી તે કહેતા હતા...."કે હવે મારે સૂવું નથી"

ટોપ સિક્રેટ

ટોપ સિક્રેટ

કહેવાય છે કે તે ચાર જણા તેટલા વિચિત્ર લાગતા હતા કે છેવટે રશિયન સૌનિકોએ તેમને ગોળી મારી મારી નાખ્યા. અને આ સિક્રેટ પ્રોજેક્ટ પણ, કદી બન્યો જ ના હોય તેમ તેનું નામો નિશાન મીટાવી દીધી. જો કે ઇતિહાસ પાસે પણ કોઇ જ પુરાવા નથી કે કદી પણ રશિયામાં આવો કોઇ પ્રયોગ થયો હતો કે નહીં! આ પ્રયોગ સાચો છે કે નહીં તેના પણ કોઇ પુરાવા નથી પણ તેમ છતાં ઇન્ટરનેટ પર આજે પણ આવી સ્ટોરી અનેક લોકો વાંચો છે. અને આજે પણ તે આંખો...તે હાસ્ય...તે છબી તેમને ડરાવી મૂકે છે.

English summary
In Russia, an experiment was conducted, in which 5 people were the subject of this experiment. They were kept in a sealed room and a specific gas was leaked into it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X