For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nostradamus Prediction : 2023 અંગે નોસ્ત્રાદમસે કરી આ ભવિષ્યવાણી, ભયના ઓથા હેઠળ છે દુનિયા

બાબા વેંગા સિવાય સૌથી વધુ નોસ્ત્રાદમસની ભવિષ્યવાણીઓની ચર્ચા થાય છે. ફ્રાંસના ભવિષ્યવેતા નોસ્ત્રાદમસ દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણી સાચી સાહિત થઇ છે.

|
Google Oneindia Gujarati News

બાબા વેંગા સિવાય સૌથી વધુ નોસ્ત્રાદમસની ભવિષ્યવાણીઓની ચર્ચા થાય છે. ફ્રાંસના ભવિષ્યવેતા નોસ્ત્રાદમસ દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણી સાચી સાહિત થઇ છે. ઉલ્લેખનીય છે કે, 1566માં મૃત્યુ પહેલા નોસ્ત્રાદમસ કુલ 6338 ભાવિષ્યવાણી લખી હતી. જેમાં તેમણે દર વર્ષમાં થનારી મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે સાથે તેણે દુનિયાના ખતમ થવા અંગેની પણ ભવિષ્યવણી કરી છે.

નોસ્ત્રાદમસે 2023 માટે કરી ઘણી મોટી આગાહીઓ

નોસ્ત્રાદમસે 2023 માટે કરી ઘણી મોટી આગાહીઓ

નોસ્ત્રાદમસે દર વર્ષે અલગ-અલગ ભવિષ્યવાણીઓ કરી હતી અને તેમણે વર્ષ 2023 માટે પણ ઘણી ખતરનાક આગાહીઓ કરી છે. ઉલ્લેખનીય છે કે, નોસ્ત્રાદમસનો જન્મ 14 ડિસેમ્બર, 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ, 1566ના રોજ તેમનું અવસાન થયું હતું.

નોસ્ત્રાદમસ હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11નો આતંકવાદી હુમલો અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી

ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી

નોસ્ત્રાદમસની આગાહી અનુસાર, વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. નોસ્ત્રાદમસે પોતાની ભવિષ્યવાણીમાં વર્ષ 2023માં મોટા યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે લખ્યું છે કે, સાત મહિનાના મોટા યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામશે. લોકો આ આગાહીને ત્રીજા વિશ્વ યુદ્ધ સાથે જોડે છે અને તેઓ કહે છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 2023 સુધીમાં ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે.

આકાશમાંથી વરસશે અગ્નિ

આકાશમાંથી વરસશે અગ્નિ

પોતાની ભવિષ્યવાણીમાં નોસ્ત્રાદમસે વર્ષ 2023માં શાહી ઈમારત પર આકાશમાંથી આગ્નિવર્ષા થવાની વાત પણ કરી છે. આ અંગે કેટલાક લોકો માને છે કે, સંસ્કૃતિની રાખમાંથી એક નવી વિશ્વ વ્યવસ્થા ઉભરી આવશે. આવા સમયે, કેટલાક લોકો આને રાજા અથવા રાજ્યના મોટા વડા માટે સંભવિત રૂપે મોટા જોખમ તરીકે પણ જોઈ રહ્યા છે.

મંગળ સુધી પહોંચી શકે છે માણસ

મંગળ સુધી પહોંચી શકે છે માણસ

નોસ્ત્રાદમસે પોતાની ભવિષ્યવાણીમાં મંગળ પર મનુષ્યના આગમનનો ઉલ્લેખ કર્યો હતો. નોસ્ત્રાદમસે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં મનુષ્યને મંગળ પર પહોંચવા સંબંધિત મિશનમાં મોટી સફળતા મળી શકે છે.

English summary
Nostradamus Prediction: Nostradamus made this prediction about 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X