માણસની જેમ સિગરેટ પી રહેલા આ જાનવરનો વીડિયો થયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

આજકાલ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક ઓરાંગુટાન નો છે. જે ચિડિયાઘરમાં પોતાના બાડામાં બેસીને આરામથી સિગરેટ પી રહ્યો છે. તેના સિગરેટ પીવાના અંદાઝને જોઈને લોકો હેરાન થઇ ગયા હતા.

Orangutan caught smoking

આ વીડિયો ઇન્ડોનેશિયા ની રાજધાની જકાર્તા થી લગભગ 150 કિલોમીટર દૂર બાંગડુંગ ચિડિયાઘર નો છે. જ્યાં 22 વર્ષનો ઓરાંગુટાન માણસોની જેમ બેસીને કસ લગાવી રહ્યો છે. વીડિયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે ચિડિયાઘર ફરવા આવેલા એક વ્યક્તિએ સિગરેટ પીને ઓરાંગુટાન ના બાડામાં ફેંકી દીધી.

ત્યાર પછી ઓરાંગુટાન ધીરેથી સિગરેટ પાસે પહોંચ્યો તેને સિગરેટ ઉઠાવીને માણસોની જેમ તેને પીવાનું ચાલુ કરી દીધું. પરંતુ વીડિયો વાયરલ થયા પછી ચિડિયાઘર પ્રસાશનની ખુબ જ આલોચના કરવામાં આવી રહી છે. જાનવરો સાથે થઇ રહેલા આવા વ્યવહારને લઈને લોકોએ પોતાનો ગુસ્સો બતાવ્યો છે. આ વીડિયો અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચુક્યા છે. તમે પણ તેના પર એક નજર કરો.

English summary
Orangutan caught smoking cigarette on camera video is viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.