નગ્ન થઇ ફ્લાઈટમાં અશ્લીલ હરકત કરવા લાગ્યો પેસેન્જર

Posted By:
Subscribe to Oneindia News

બાંગ્લાદેશના એક યાત્રીને મલેશિયન એરલાઈન્સમાં નગ્ન થઈને મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટ પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. શનિવારે 20 વર્ષીય યુવાને કુઆલાલુમ્પુર થી ઉડનાર ફ્લાઈટમાં અશ્લીલ હરકત કરી હતી. યુવકે ફ્લાઈટમાં પોતાના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને પછી પોર્ન જોવા લાગી ગયો. ત્યારપછી તેને મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટ સાથે પણ ગેરવર્તણૂક કરવાની કોશિશ કરી જેને કારણે તેને સીટ પર બાંધી દેવામાં આવ્યો. સોમવારે એરલાઈન્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે.

flight

શનિવારે કુઆલાલુમ્પુર થી ઉડેલી મલેશિયન એરલાઈન્સ મલિન્દો એરની ફ્લાઈટમાં બાંગ્લાદેશી યુવકે પોતાની ગંદી હરકતો ઘ્વારા બધાને પરેશાન કરી નાખ્યા. જેવી ફ્લાઈટ ઉડવા લાગી તેને પોતાના બધા જ કપડાં કાઢી નાખ્યા અને લેપટોપ પર પોર્ન જોવા લાગ્યો. મલેશિયાઈ યુનિવર્સિટીમાં અભિયાસ કરનાર યુવકને કપડાં પહેરી લેવામાં માટે ઘણી આજીજી કરવામાં આવી. કપડાં પહેર્યા પછી તેને અશ્લીલ હરકત કરવાનું ચાલુ કરી દીધું.

તેને એક મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટ ને જબરજસ્તી ગળે લગાવવાની કોશિશ કરી. જ્યારે તે મહિલા એ તેને પાછળ ધકેલી દીધો ત્યારે તે ગેરવર્તણૂક કરવા પર ઉતરી આવ્યો. તેને હુમલો કરવાની કોશિશ કરી. બાકી પેસેન્જરની મદદથી તેને તેની સીટ પર બેસાડવામાં આવ્યો અને કપડાંથી તેના હાથ બાંધી દેવામાં આવ્યા. આખી ફ્લાઈટ દરમિયાન તેને બાંધી રાખવામાં આવ્યો હતો. યુવકની ઢાકા થી ધરપકડ કરી લેવામાં આવી.

English summary
Passenger who striped naked on malaysian flight attacked female crew member got arrested

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.