For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હંગેરીમાં ત્રણથી વધુ બાળકો જન્મે તો લાઈફ ટાઈમ નો ઈનકમ ટેક્સ, મળશે ઘણી સુવિધાઓ

યુરોપના ઘણા દેશો હાલમાં ઓછી વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યાં છે અને હવે હંગેરી આ દેશોની સૂચિમાં એક નવું નામ છે.

|
Google Oneindia Gujarati News

યુરોપના ઘણા દેશો હાલમાં ઓછી વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યાં છે અને હવે હંગેરી આ દેશોની સૂચિમાં એક નવું નામ છે. હંગેરીના વડા પ્રધાન વિક્ટર આર્બને જાહેર કર્યું છે કે દેશની જે મહિલાઓ ત્રણ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે તેમને આજીવન આવક વેરો ચૂકવવાની જરૂર નથી. આ સિવાય, પીએમએ વિવિધ પ્રકારની લોનની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત પીએમએ 25 લાખ રૂપિયા સુધીની લોનની વગર વ્યાજે આપણવાની જાહેરાત કરી છે. હંગેરી પહેલા યુરોપનો દેશ સર્બીયામાં ઘણી આકર્ષક યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ સ્કૂલ આપે છે શિક્ષકોને Love Leave, દર મહિને મળે છે ઇશ્ક ફરમાવાની રજા

વ્યાજ વિના 25 લાખની લોન

વ્યાજ વિના 25 લાખની લોન

હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બેનએ જાહેરાત કરી છે કે જે સ્ત્રીઓને ત્રણ કે તેથી વધુ બાળકો હશે તેમને આજીવન આવક વેરો ભરવો પડશે નહીં. આ સિવાય જો કોઈ સ્ત્રી 40 વર્ષથી ઓછી વયે પ્રથમ વખત લગ્ન કરે છે, તો તેને વ્યાજ વગર 25 લાખ સુધીની લોન એટલે કે 31, 500 યુરોની લોન આપવામાં આવશે. તેના પછી ત્રીજું બાળક થતા જ તેના બધા જ દેવા માફ કરવામાં આવશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે યુરોપમાં હવે દિન પ્રતિદિન નવો જન્મ લેનારા બાળકોની સંખ્યા ઘટતી જાય છે. તેમણે કહ્યું કે હંગેરીને વધુ બાળકોની જરૂર છે. હંગેરિયન મીડિયા અનુસાર અહીં વસ્તી દર વર્ષે 32 હજાર ઘટી રહી છે. હંગેરિયનના રાઇટ-વિંગ સમર્થકો મુસ્લિમ દેશોમાંથી આવતા શરણાર્થીઓનો વિરોધ કરતા રહ્યા છે. વડા પ્રધાન વિક્ટર ઓર્બન પણ આ વિચારધારાથી સંબંધ રાખે છે. તેઓએ સતત આ વાતનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે.

વડા પ્રધાનની જાહેરાતમાં વિશેષ શું છે

વડા પ્રધાનની જાહેરાતમાં વિશેષ શું છે

બુડાપેસ્ટમાં રાષ્ટ્રના તેમના 'સ્ટેટ ઓફ ધ નેશન' માં, પીએમ વિક્ટરએ કહ્યું કે યુરોપમાં લોકો અપ્રવાસીયોને સસ્તા મજૂરના રૂપમાં જુએ છે. તેમણે કહ્યું કે આ ઘટતી જતી વસ્તીનો ઉપાય શક્ય નથી. આ સાથે તેમણે સાત પોઇન્ટ એજન્ડાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અપ્રવાસી શરણાર્થીઓ આ સમસ્યાને હલ કરી શકશે નહીં.

પ્રથમ વાર લગ્ન કરવા પર 26 લાખ રૂપિયાની ઇંટ્રેસ્ટ ફ્રી લોન
ત્રણ બાળકો થતા જ બધું દેવું માફ
ઘર ખરીદવા માટે વિશેષ સબસિડી
સાત સીટ વાળી ગાડી ખરીદવા માટે પરિવારને 7,862 યુરો એટલે કે છ લાખ રૂપિયાની સરકારી મદદ
સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ માટે 2.5 અરબ ડોલરની વધારાની મદદ

સૌથી વધુ દર ફ્રાન્સમાં

સૌથી વધુ દર ફ્રાન્સમાં

વિશ્વમાં સૌથી વધુ બાળ જન્મ દર પશ્ચિમ આફ્રિકન દેશો અને નાઇજરની સ્ત્રીઓનો છે. ત્યાં પ્રતિ સ્ત્રી સાત કરતાં વધુ બાળકો છે. યુરોપમાં ફ્રાન્સમાં આ દર સૌથી વધુ છે. ફ્રાન્સમાં પ્રતિ સ્ત્રી લગભગ બે બાળકો છે. હંગેરીમાં આ દર આખા યુરોપમાં સૌથી નીચો છે. જ્યાં અન્ય યુરોપિયન દેશોમાં આ દર પ્રતિ સ્ત્રી 1.58 છે, ત્યાં સરેરાશ હંગેરીમાં પ્રતિ મહિલા 1.48 બાળકો છે.

સર્બિયા પણ ઓછી વસ્તીના કારણે મુશ્કેલીમાં

સર્બિયા પણ ઓછી વસ્તીના કારણે મુશ્કેલીમાં

હંગેરીથી અલગ સાઉથવેસ્ટ યુરોપનો દેશ સર્બિયા, ત્યાંની સરકારએ યંગ કપલ્સને અપીલ કરી છે કે તેઓ બાળકો પેદા કરે. આ સમયે ઘટી રહેલી વસ્તી સાથે સર્બિયા ખૂબ જ મુશ્કેલીમાં છે. આ યુરોપનો એવો દેશ છે જ્યાં સૌથી નીચો જન્મ દર છે. પરિવાર દીઠ 1.5 ના દરે બાળકો છે. પરિણામે સર્બીઆની વસ્તી હવે સાત મિલિયન રહી ગઈ છે.

English summary
Hungarian Prime Minister Viktor Orban announced he will offer families tax breaks and loan benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X