For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પ્રેગ્નેન્ટ મહિલાનુ એટલુ મોટુ થયુ પેટ, જોઈને ચકરાયુ લોકોનુ માથુ, પૂછ્યુ - કેટલા બાળકો છે આમાં?

હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ નેવાદા રાજ્યની એક મહિલાએ તેની ગર્ભાવસ્થાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

|
Google Oneindia Gujarati News

નેવાદાઃ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ નેવાદા રાજ્યની એક મહિલાએ તેની ગર્ભાવસ્થાને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 29 વર્ષની આલિયાના રોડ્રિગ્ઝ તેના મોટા બેબી બમ્પ માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયાના તેના બેડ બેબીબમ્પને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર પણ બની છે. જો કે, બૉડી શેમિંગ વિશે કરવામાં આવેલી શરમજનક ટિપ્પણીઓ છતાં માતા અને બાળક બંને સ્વસ્થ છે. ઈલિયાનાએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તેનુ પેટ સામાન્ય ગર્ભવતી મહિલા કરતા ઘણુ મોટુ હતુ. હવે મહિલાએ તેના બેબી બમ્પને ટ્રોલ કરવા બદલ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

આટલા કિલોનુ જન્મ્યુ બાળક

આટલા કિલોનુ જન્મ્યુ બાળક

29 વર્ષીય એલિયાના રોડ્રિગ્ઝે 12 જૂન 2022ના રોજ લાસ વેગાસની સેન્ટેનિયલ હિલ્સ હોસ્પિટલમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો. આ બાળકનુ વજન 8.3 પાઉન્ડ (3.7 કિગ્રા) છે અને તે 20.5 ઇંચ છે. જે બેબી બમ્પ માટે ઈલિયાના ટ્રોલ થઈ રહી હતી તેમાં એક જ બાળક હતુ. એલિયાનાએ તે દિવસે માત્ર એક જ બાળકને જન્મ આપ્યો હતો. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના બેબી બમ્પને જોઈને ઘણા લોકોએ તેને કહ્યુ હતુ કે તેના પેટમાં જોડિયા બાળકો છે.

'તમારા પેટમાં કેટલા બાળકો છે, સાચુ બોલો'

'તમારા પેટમાં કેટલા બાળકો છે, સાચુ બોલો'

તેની ડિલિવરીનાં એક અઠવાડિયા પહેલા ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર તેનો બેબી બમ્પ દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયાનાએ ટી-શર્ટ ઊંચકીને પોતાનુ પેટ બતાવ્યુ હતુ. ફિલ્ટર વગરનો ફોટો શેર કરવા બદલ ઘણા લોકોએ મહિલાની પ્રશંસા કરી, તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી. એક યુઝરે લખ્યું, 'તમારા પેટમાં કેટલા બાળકો છે?' એક વ્યક્તિએ લખ્યુ, 'જૂઠું બોલવાનું બંધ કરો, સાચુ કહો, તમે કેટલા બાળકોને જન્મ આપવાના છો... તે ખૂબ જ મોટુ લાગે છે.'

7 હજારથી વધુ લોકોએ મોટા બેબી બંપ વિશે સવાલ કર્યા

7 હજારથી વધુ લોકોએ મોટા બેબી બંપ વિશે સવાલ કર્યા

ધ ઈન્ડિપેન્ડન્ટ મુજબ ઈલિયાનાના વીડિયો પર 7 હજારથી વધુ નેગેટિવ કોમેન્ટ્સ આવી હતી. જે તમામે ઈલિયાનાના બેબી બમ્પ પર સવાલ ઉઠાવ્યા હતા. લગભગ 7,000 ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ એલિયાનાની પોસ્ટ પર તેના બમ્પના કદ વિશે સમાન પ્રશ્નો પૂછીને ટિપ્પણી કરી. જો કે વખાણ કરનારા લોકોએ કહ્યુ કે, અમે સમજી શકીએ છીએ કે તમે ખૂબ જ દુઃખમાં છો. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી, 'એવુ લાગે છે કે તમને જોડિયા બાળકો છે. ભગવાન તમને શક્તિ આપે.'

'હું ખુદ ડરી ગઈ હતી કે મારુ પેટ આવુ કેમ થઈ ગયુ'

'હું ખુદ ડરી ગઈ હતી કે મારુ પેટ આવુ કેમ થઈ ગયુ'

એલિયાના રોડ્રિગ્ઝના જણાવ્યા મુજબ તેનુ બાળક સંપૂર્ણ સ્વસ્થ હતુ અને તેનો બેબી બમ્પ વાસ્તવમાં એકદમ નોર્મલ હતો. ઇલિયાનાએ કહ્યુ, 'હું ખરેખર ડરી ગઈ હતી. મને આશ્ચર્ય થયુ કે મારુ પેટ કેમ અન્ય સ્ત્રીઓ કરતા મોટુ છે.' એલિયાનાએ ટુડે ​​પેરેન્ટ્સને કહ્યુ, 'મારા ડોકટરોએ કહ્યુ કે તે સામાન્ય છે કારણ કે હું માત્ર 4.11ની છુ અને મારુ ધડ નાનુ છે. તેથી જ મારુ પેટ મોટુ દેખાય છે.'

મહિલાએ જણાવ્યુ કેમ મોટુ થઈ ગયુ પેટ

મહિલાએ જણાવ્યુ કેમ મોટુ થઈ ગયુ પેટ

એલિયાના રોડ્રિગ્ઝે કહ્યુ કે તે તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન આવી જ સ્થિતિમાં હતી. તેનુ પ્રથમ બાળક પણ જન્મ સમયે 8.3 પાઉન્ડનુ હતુ. એલિયાનાએ સમજાવ્યુ કે તેનુ પેટ મોટુ લાગ્યુ કારણ કે તેણે ઘણુ બધુ એમ્નિઅટિક પ્રવાહી, એમ્નિઅટિક થેલીની અંદરનો તરલ પદાર્થ લઈ લીધો હતો જે ગર્ભાવસ્થા દરમિયાન પોષક તત્ત્વો આપીને ગર્ભનુ રક્ષણ કરે છે.મેયો ક્લિનિક મુજબ, વધુ પડતુ એમ્નિઅટિક પ્રવાહી 'પોલિહાઇડ્રેમનીઓસ' તરફ દોરી શકે છે. જે એકથી બે ટકા ગર્ભાવસ્થામાં થાય છે. જો કે, એલિયાનાએ કહ્યુ કે તેના ડૉકટરોએ 'પ્રવાહીની માત્રા અને બાળકના કદની પણ તપાસ કરી અને કહ્યુ કે બધુ સામાન્ય છે.'

દરેકની પ્રેગ્નેન્સી અલગ હોય છે

દરેકની પ્રેગ્નેન્સી અલગ હોય છે

ઈલિયાના રોડ્રિગ્ઝે કહ્યુ, 'તે કોઈ રહસ્ય નથી કારણ કે દરેક વ્યક્તિ માટે ગર્ભાવસ્થા અલગ હોય છે અને દરેક મહિલાના બેબી બમ્પની સાઈઝ પણ અલગ હોય છે. બેબી બમ્પ જોઈને તમે નક્કી નથી કરી શકતા કે એક મહિલા કેટલા બાળકોને જન્મ આપવાની છે. ઈલિયાનાએ કહ્યુ કે લોકોને માત્ર ટ્રોલ કરવુ હોય છે. મને ખબર નથી કે શા માટે લોકોએ મને નિશાન બનાવી અને અભદ્ર ટિપ્પણીઓ કરી.

'પ્રેગ્નેન્સીમાં મહિલાના બૉડી પર કમેન્ટ કરવાનુ સરળ હોય છે'

'પ્રેગ્નેન્સીમાં મહિલાના બૉડી પર કમેન્ટ કરવાનુ સરળ હોય છે'

ઈલિયાનાએ કહ્યું, "હું જાણું છું કે કેટલાક લોકોમાં અન્યો પ્રત્યે દયાનો અભાવ હોય છે, પરંતુ હું એક દયાળુ મહિલા છું... તેથી મને ટ્રોલ માટે પણ ખરાબ લાગે છે. જો કે, બધી ટિપ્પણીઓ નકારાત્મક ન હતી. પરંતુ તે સાચું છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીર પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે. મેં મારા શબ્દો એટલા માટે શેર કર્યા છે કારણ કે હું ઈચ્છું છું કે મારા જેવી મહિલાઓ હિંમત રાખે.

English summary
Pregnant Women body shaming for big baby bump now se react on trolls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X