For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયન્સ સાથે વાત કરવા માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યો આ પ્લાન, જાણો સમગ્ર તૈયારી

અવકાશ કે સ્પેસમાં રસ ધરાવનારા દરેક વ્યક્તિના મનમાં હંમેશા એક સવાલ હોય છે કે, શું પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન અસ્તિત્વ ધરાવે છે? ઘણા સ્પેસ મિશન કરવા છતાં, આપણા વૈજ્ઞાનિકો પૃથ્વીની બહાર જીવનના પુરાવા શોધી શક્યા નથી.

|
Google Oneindia Gujarati News

અવકાશ કે સ્પેસમાં રસ ધરાવનારા દરેક વ્યક્તિના મનમાં હંમેશા એક સવાલ હોય છે કે, શું પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન અસ્તિત્વ ધરાવે છે? ઘણા સ્પેસ મિશન કરવા છતાં, આપણા વૈજ્ઞાનિકો હજૂ સુધી પૃથ્વીની બહાર જીવનના પુરાવા શોધી શક્યા નથી. તમે અમેરિકા અને પશ્ચિમી દેશોમાં યુએફઓ અને એલિયન્સ પર સંશોધનના સમાચાર પણ વાંચ્યા જ હશે.

જોકે, દરેક જણ તેમના વિશે વાસ્તવિક સત્ય જાણતા નથી. જે દરમિયાન નાસાના વૈજ્ઞાનિકોએ એલિયન્સ અને તેમની હાજરી વિશેના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ એક યોજના બનાવી છે કે, તેઓ એલિયન્સને તેમની ભાષામાં સંદેશ મોકલશે.

એલિયન્સ સાથે વાત કરો!

એલિયન્સ સાથે વાત કરો!

આ પ્લાન પર નાસાના વૈજ્ઞાનિકો એકઠા થયા છે. કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં ડૉ. જોનાથનની અધ્યક્ષતામાં વૈજ્ઞાનિકો આ મિશન પર કામ કરીરહ્યા છે.

'ધ ગાર્ડિયન' માં પ્રકાશિત અહેવાલ અનુસાર, નાસાના વૈજ્ઞાનિકો એક ખાસ બાઈનરી મેસેજ પ્રસારિત કરવાની તૈયારી કરી રહ્યા છે. આ એક પ્રકારનો રેડિયોસિગ્નલ હશે, જેના દ્વારા એલિયન્સ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેને એલિયન્સની ભાષામાં જ ડીકોડ કરવામાં આવશે.

આ રિપોર્ટ અનુસાર, નાસાનાવૈજ્ઞાનિકો પૃથ્વીનું સ્થાન અને કેટલાક ડીએનએ સેમ્પલ એલિયન્સને મોકલવા માગે છે. આ સંદેશાઓ રેડિયો સિગ્નલ દ્વારા મોકલવામાં આવશે.

પહેલા આ રીતે પ્રયાસ કર્યો

પહેલા આ રીતે પ્રયાસ કર્યો

જોકે, કેટલાક નિષ્ણાતોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના એ પ્રક્રિયાનો એક ભાગ છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એલિયન્સની દુનિયામાંથીપૃથ્વી પર કેટલાક સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, એલિયન્સનો સંદેશ બે વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યો હતો. આવા સમયે પૃથ્વીપરના રેડિયો ટેલિસ્કોપે રેડિયો કિરણોના ઝડપી તરંગોને રેકોર્ડ કર્યા હતા.

પૃથ્વીની ખૂબ નજીકથી મળ્યો હતો ફાસ્ટ રેડિયો બર્સ્ટ

પૃથ્વીની ખૂબ નજીકથી મળ્યો હતો ફાસ્ટ રેડિયો બર્સ્ટ

જોકે આ તરંગ થોડા મિલીસેકન્ડ માટે રેકોર્ડ થયા હતા. જે અચાનક ગાયબ પણ થઈ ગયું હતું, પરંતુ આ રેડિયો તરંગો વિશે જાણવું એ એક મહત્વપૂર્ણ શોધ માનવામાંઆવી હતી.

પ્રથમ વખત પૃથ્વીની આટલી નજીક ફાસ્ટ રેડિયો બર્સ્ટ મળી આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આ સંદેશાઓ એલિયન્સ તરફથી જ મળ્યા છે. જે બાદમાંઆ સિગ્નલોમાં આવતા મેસેજને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ લિંક પર સંદેશાઓ પાછા મોકલવામાં આવશે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે,વૈજ્ઞાનિકો આ નવા પ્રયોગમાં કેટલી સફળતા હાંસલ કરી શકશે.

English summary
Scientists make this plan to talk to aliens, know the whole preparation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X