
Selfie With Cheetah : ટુરિસ્ટ જીપમાં ઘૂસ્યો ચિત્તો, તો ગાઈડ સેલ્ફી લેવા લાગ્યો, લોકોએ પૂછ્યું જીવે છે કે ઉકલી
Selfie With Cheetah : દુનિયાભરમાં સેલ્ફીનો એવો ક્રેઝ છે કે, લોકો પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોના મોત પણ થયા છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કારમાં ઘૂસેલા ચિતા સાથે સેલ્ફી લેતો જોવા મળે છે. મૃત્યુ તેના માથા પર મંડરાઈ રહ્યું છે, તેમ છતા અસ્વસ્થતાને નેવે મૂકીને વ્યક્તિએ ચિત્તા સાથે સેલ્ફી ( Selfie With Cheetah ) લેવાનું શરૂ કર્યું હતું.

કારના સનરૂફ પર પહોંચી ગયો ચિત્તો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફારી વાહનની આસપાસ એક ચિત્તો ઘૂમી રહ્યો છે. તે પછી અચાનક તેના પર કૂદીપડે છે.
આ પછી ચિત્તો જીપ પર ચડીને સનરૂફ પાસે બેસે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચિત્તાને ખૂબ નજીકથી જોયા બાદ અંદર બેઠેલાપ્રવાસીઓ ગભરાઈ જાય છે. ત્યારે જ કારમાં બેઠેલો ટુર ગાઈડ ઉભો થઈને પાછળની સીટ પર આવી જાય છે.

ચિત્તા સાથે સેલ્ફી લેવા લાગ્યો
ગાઈડ પોતાનો મોબાઈલ કાઢે છે અને સનરૂફ પાસે બેઠેલા દીપડા સાથે સેલ્ફી લેવાનું શરૂ કરે છે. આ જોઈને કારમાં હાજર ગાઈડ આપાગલપન જોઈને દંગ રહી જાય છે અને હસવા લાગે છે. સેલ્ફી લેતી વખતે ચિત્તો પણ આરામથી બેઠો હતો. જાણે કે, તે સેલ્ફી લેવા જ
આવ્યો હોય. હાલ આ સમાગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આફ્રિકન દેશનો હોવાનું સામે આવ્યું છે.
|
જુઓ વાયરલ વીડિયો
IFS ઓફિસર ક્લેમેન્ટ બેને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ ઘટના શેર કરી છે. ક્લેમેન્ટ બેન દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપનું શીર્ષકહતું, આફ્રિકન સેલ્ફી... ચિતા સ્ટાઈલ. યુઝર્સ હવે આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, અરે તમેલોકો શું કરી રહ્યા છો. ભગવાનનો આભાર કે, તે ભૂખ્યો નથી નહીં તો..... એક યુઝર્સે પૂછ્યું - સેલ્ફી લેનાર જીવતો છે કે ઉકલી ગયો????