તમે હદથી વધારે વ્હાઈટ છો, નોકરી નહીં મળી શકે, કંપનીએ મહિલાને વધારે વ્હાઈટ હોવાથી નોકરી ન આપી
સામાન્ય સ્થિતીમાં કંપનીઓ નોકરી માટે ઉમેદવારોની કાબેલિયત જોવે છે. જો ઉમેદવાર યોગ્ય ન હોય તો તેને નોકરી મળતી નથી. પરંતુ બેંગ્લોરની એક યુવતીને કંપનીએ માત્ર એટલા માટે નોકરી ન આપી કારણ કે તે હદથી વધારે વ્હાઈટ હતી. હવે આ ઘટના વાયરલ થઈ રહી છે.
બેંગ્લોરની આ યુવતીએ પોતાની સાથે બનેલી આ અજીબ ઘટનાને લિંક્ડઈન પર શેર કરી છે. આ યુવતીએ આ ઘટના સંબંધિત ઈમેલના સ્ક્રીન શોટ પર શેર કર્યા છે.

આ યુવતીનો દાવો છે કે, નોકરીના ઇન્ટરવ્યુના લાસ્ટ રાઉન્ડમાં તેને બહાર કરી દેવામાં આવી. કારણ કે તેણીની ત્વચાનો રંગ વધારે પડતો સફેદ હતો. યુવતીએ આના પુરાવા તરીકે મેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શોટમાં લખેલુ જોઈ શકાય છે કે, ટીમમાં મતભેદ ટાળવા તમને પસંદ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્ક્રીન શોટ શેર કરતા યુવતીએ લખ્યુ કે, પુરી દુનિયામાં કૌશલ્યના આધારે તક આપવામાં આવી રહી છે અને SI દ્વારા અદ્યતન અને અસાધારણ તકનીકો બનાવીને પ્રમોટ કરવામાં આવી રહી છે તે પછી પણ લોકોને નોકરીએ નથી રાખતા, કારણ કે આપણે હજી પણ નફરત અને પૂર્વગ્રહ વાળો સમાજ છીએ.
આ સાથે યુવતીએ લખ્યું કે, કોર્પોરેટ સેક્ટર સમાનતાની વાતો કરે છે પરંતુ વિશ્વ હજુ પણ રંગ, ધર્મ અને અન્ય માપદંડોના આધારે લોકોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. જોકે યુવતીએ કંપનીનું નામ આપવાનો ઈન્કાર કર્યો છે.
યુવતીએ લખ્યુ કે, હું કંપનીનું નામ નહીં આપુ, પરંતુ અન્ય સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ સુધારવા અને પ્રતિભા, કૌશલ્ય અને ક્ષમતા ધરાવતા લોકોને તક આપવા વિનંતી કરૂ છું.
આ યુવતીને રિજેક્ટ કરતા કંપનીએ લખ્યુ કે, અમારી સાથે ઇન્ટરવ્યુમાં રહેવા અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધીરજ રાખવા બદલ આભાર, કમનસીબે અમે તમને આ સમયે આ પોસ્ટ પર રાખી શકતા નથી. અમને તમારી પ્રોફાઇલ સંબંધિત લાગી અને તમે અમારી કંપનીના તમામ પરિમાણોને પૂર્ણ કરો છો, જેની અમને આ પોસ્ટ માટે જરૂર હતી. અમારી કંપની બધા માટે સમાન તકમાં માને છે.
અંતે કંપનીએ કહ્યું કે, તમારી ત્વચાનો રંગ વર્તમાન ટીમ સામે થોડો વધારે સફેદ છે. અમે અમારી આંતરિક ટીમમાં ભેદભાવ નથી ઇચ્છતા અને અમે તમને પસંદ ન કરવાનો નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
