પિતાએ જીતી 30 મિલિયન ડોલરની લોટરી, આ કારણે પત્ની અને બાળકથી છૂપાવ્યું
ઘણા લોકોને લોટરી ખરીદવાનો શોખ હોય છે. આ શોખને કારણે ઘણા લોકોની કિસ્મત રાતોરાત બદલાઇ જતી હોય છે. દક્ષિણ ચીનના એક વ્યક્તિએ 30 મિલિયન યુએસ ડોલરની લોટરી લાગી હતી. જે બાદ આ વાત તેણે તેના પરિવારથી છૂપાઇને રાખી હતી.
ઘણા લોકોને લોટરી ખરીદવાનો શોખ હોય છે. આ શોખને કારણે ઘણા લોકોની કિસ્મત રાતોરાત બદલાઇ જતી હોય છે. દક્ષિણ ચીનના એક વ્યક્તિએ 30 મિલિયન યુએસ ડોલરની લોટરી લાગી હતી. જે બાદ આ વાત તેણે તેના પરિવારથી છૂપાઇને રાખી હતી. જે પાછળ તેનું એવું માનવું હતું કે, આ પૈસાને કારણે તેનો પરિવાર આળસુ બની જશે, તેવો ભય હતો. જે કારણે લોટરી જીતવાની વાત તેણે ગુપ્ત રાખવાનું નક્કી કર્યું છે.

આ અંગે ડેઇલી મેલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, મિસ્ટર લી તરીકે ઓળખાતા આ વ્યક્તિએ ગુઆંગસીના દક્ષિણી પ્રદેશમાં નાનિંગમાં લોટરી ઓફિસમાં તેની જીત મેળવતી વખતે પીળા કાર્ટૂન પાત્ર તરીકેનો પોશાક પહેર્યો હતો. આ પોશાકની વિચિત્ર પસંદગી તેની ઓળખ ગુપ્ત રાખવા માટે કરવામાં આવી હતી. કારણ કે તેણે આ જેકપોટને તેની પત્ની અને બાળકથી ગુપ્ત રાખવાનું નક્કી કર્યું હતું.
મિસ્ટર લીએ જણાવ્યું હતું કે, મેં મારી પત્ની અને બાળકને એક ડરના કારણે જણાવ્યું ન હતું. મને લાગતું હતું કે, તેઓ ખૂબ આત્મસંતુષ્ટ હશે અને ભવિષ્યમાં કામ નહીં કરે અથવા સખત મહેનત કરી શકશે.
મિસ્ટર લીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે પૂર્વી નેનિંગમાં 40 ટિકિટો ખરીદી હતી અને દરેક ટિકિટ પર સમાન સાત નંબરો હતા : 2, 15, 19, 26, 27, 29 અને 2. આ લોટરી મિસ્ટર લી જીતી ગયા છે, તે જાણી લીધા બાદ મિસ્ટર લી તેની ટિકિટ ખોટી જગ્યાએ ન જાય તે માટે તેના ઇનામનો દાવો કરતા તેઓ પહેલા એક રાત હોટલના રૂમમાં રોકાયા હતા.
મિસ્ટર લીએ જણાવ્યું હતું કે, મેં હોટેલ છોડી ન હતી. કારણ કે, મને બહાર જવામાં તેમડ લોટરી ટિકિટ ગુમાવવાનો ડર સતાવી રહ્યો હતો. નવા નવા કરોડપતિ બનેલા મિસ્ટર લીએ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે એક દાયકાથી વધુ સમયથી લોટરી પર સટ્ટો રમી રહ્યો છે, પરંતુ ભૂતકાળમાં તેણે માત્ર નાના ઇનામો જીત્યા છે.
મિસ્ટર લીએ જણાવ્યું હતું કે, હું લોટરી ખરીદવાને એક શોખ માનું છું, અને મારા પરિવારને તેની પરવા નથી. આ ઉપરાંત હું તેના પર વધુ પૈસા ખર્ચતો નથી, અને લોટરી મારા માટે આશાનું કિરણ પૂરું પાડે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં મિસ્ટર લીએ ચેરિટી માટે 5 મિલિયન યુઆનનું દાન કર્યું છે. આ ઉપરાંત તેમનું કહેવું છે કે પોતે હજૂ પણ નક્કી કરી રહ્યા છે કે, લોટરીના બાકીની રકમનું શું કરવું?
આવી રીતે એક મહિલાએ પણ ખુલાસો કર્યો હતો કે, તેણીએ લોટરી જીતીને તેના પતિથી ઘણા વર્ષો સુધી ગુપ્ત રાખ્યું હતું. વર્ષ 2014માં 480,000 યુએસ ડોલર જીતનારી મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિને આ વર્ષે જ ખબર પડી હતી. આ વાત તેને તેના ફોન પર આવેલા એક નોટિફિકેશન દ્વારા જાણ થઇ હતી. જેમાં લખ્યું હતું કે, તેની પત્નીનું અકાઉન્ટ 1 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.












Click it and Unblock the Notifications
