For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 કિલોની રિંગ અને લાંબી ગરદન

|
Google Oneindia Gujarati News

ગળામાં પીતળની મોટી-મોટી રિંગ પહેરવી કોઇ નાની વાત નથી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે પૂર્વીય બર્માની કાયન જનજાતિની મહિલાઓ માટે તે એક સામાન્ય વાત છે. કાયન મહિલાઓ પોતાના ગળાને લાંબું દર્શાવવા માટે પીતળની મોટી રિંગ પહેરે છે. બર્માની આ કાયન મહિલાઓ આ રિંગ્સને માત્ર ગળામાં જ નહીં પરંતુ કાંડા અને ઘૂંટણમાં પણ પહેરે છે.

મહિલાઓ આ પ્રકારે રિંગ કેમ પહેરે છે, એ અંગે કોઇ ખાસ જાણકારી નથી, પરંતુ સિંદ્ધાતો અનુસાર તેઓ એટલા માટે પહરે છે કે જેનાથી જંગલમાં વાઘ તેમને કોઇ ઇજા ના પહોંચાડી શકે. કેટલાક અન્ય લોકોનું કહેવુ છેકે કાયન મહિલાઓ આ રિંગ પહેરીને બદસૂરત દેખાવા લાગે છે, જેનાથી તેઓ દાસ પ્રથા અને યૌન શોષણથી બચી જાય છે. આજની મહિલાઓએ તેને પહેરવાનું બંધ નથી કાર્યું કારણ કે તેઓ અહી આવતા પ્રવાસીઓને આકર્ષિત કરીને તેનાથી પોતાના સમુદાય માટે મહત્વપૂર્ણ રાજસ્વ એકઠું કરવાનું મહત્વપૂર્ણ કામ કરે છે.

આ પીતળની રિંગ પાંચ વર્ષની ઉમરથી બાળકીઓને પહેરાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. તેમની ઉમર જેમ-જેમ વધે છે, તેમ તેમ ગરદનની રિંગ્સ પણ વધવા લાગે છે. આ રિંગ્સના સેટનું વજન લગભગ 10 કિલ્લો હોય છે. તમે માનો કે ના માનો, પરંતુ આ કાયન મહિલાઓને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે અને સારા એવા પૈસા આપે છે. તો ચાલો તસવીરો થકી આ કાયન મહિલાઓ અંગે જાણકારી મેળવીએ.

સુંદરતાનું પ્રતિક

સુંદરતાનું પ્રતિક

પૂર્વી બર્માની કાયન જનજાતિની મહિલાઓ ગળામાં પડેલી આ રિંગને સુંદરતાનું પ્રતિક માને છે.

ઉમર સાથે રિંગ પણ વધે છે

ઉમર સાથે રિંગ પણ વધે છે

કાયન મહિલાઓ પીતળની આ રિંગ્સને 5 વર્ષની ઉમરથી પહેરવાની શરૂઆત કરે છે અને ઉમરના દરેક વર્ષે એક રિંગ જોડાતી જાય છે.

10 કિલોની હોય છે રિંગ

10 કિલોની હોય છે રિંગ

પીતળની રિંગનો આખો સેટ 10 કિલોનો હય છે, તેથી મોટાભાગની મહિલાઓ આ આખો સેટ નથી પહેરી.

ઉતારી પણ શકાય છે આ રિંગ

ઉતારી પણ શકાય છે આ રિંગ

જરૂર પડ્યે આ પીતળની રિંગને ઉતારી પણ શકાય છે, પરંતુ તેમાં ઘણી કઠણાઇ પડે છે. રિંગ ઉતારવાથી ગરદનનો રંગ ઉડી જાય છે.

ગરદન લાંબી થઇ જાય છે

ગરદન લાંબી થઇ જાય છે

આ વજનદાર રિંગ ગરદનને લાંબી નથી કરતી પરંતુ રિંગનો વજન તેમની ગરદનના હાડકાંને નીચે દબાવીને તેમની પાસળી સંકોચી નાખે છે, જેથી મહિલાઓની ગરદન લાંબી દેખાવા લાગે છે.

 રિંગ પહેરીને સહેલાયથી કરી શકે છે કામ

રિંગ પહેરીને સહેલાયથી કરી શકે છે કામ

ચોંકાવનારી વાત છેકે, મહિલાઓ આ રિંગ પહેરીને સહેલાયથી કામ કરી શકે છે.

કાંડા અને ઘૂંટણમાં પણ પહેરે છે રિંગ

કાંડા અને ઘૂંટણમાં પણ પહેરે છે રિંગ

રિંગ આમ તો કાયન મહિલાઓ પોતાના કાંડા અને ઘૂંટણમા પણ પહેરે છે, પરંતુ તે ક્યારેય પ્રવાસીઓને એટલા આકર્ષિત ના કરી શકી જેટલું ગળામાં પડેલી રિંગ કરે છે.

મહિલાઓને તેની આદત છે

મહિલાઓને તેની આદત છે

અનેક કાયન મહિલાઓને આ રિંગની એટલી આદત થઇ ચૂકી છે કે તે તેને ઉતારવા માગતી નથી. રિંગ ઉતારવાની વાત પર તેઓ કહે છેકે તે નગ્ન અને નબળી પડી જશે.

પ્રવાસીઓને કરે છે આકર્ષિત

પ્રવાસીઓને કરે છે આકર્ષિત

આ કાયન મહિલાઓને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસી આવે છે અને સારા એવા પૈસા પણ આપે છે.

English summary
These Kayan women, from Kayah state, wear brass coils around their necks to give the impression that their necks are stretched.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X