For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્યક્તિને થયો અજીબોગરીબ શોખ, 11 લાખ ખર્ચીને બની ગયો કૂતરો

દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં આવે છે. આવી જ એક વ્યક્તિ જાપાનમાં છે, જે આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર, જાપાનનો આ વ્યક્તિ કૂતરો બની ગયો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં આવે છે. આવી જ એક વ્યક્તિ જાપાનમાં છે, જે આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર, જાપાનનો આ વ્યક્તિ કૂતરો બની ગયો છે. આ વાત સાંભળવામાં ખૂબ જ અજીબ લાગશે, પરંતુ આ બિલકુલ સત્ય છે. ચાલો જણાવીએ કે તે વ્યક્તિ કેવી રીતે કૂતરો બન્યો.

માણસે 11 લાખ રૂપિયા ખર્ચ્યા

માણસે 11 લાખ રૂપિયા ખર્ચ્યા

મળતી માહિતી મુજબ, જાપાનના આ વ્યક્તિનું નામ ટોકો છે. આ વ્યક્તિને કૂતરા જેવો દેખાવાનો એટલો શોખ હતો કે, તેણે તેના માટે 11લાખ રૂપિયા ખર્ચ્યા છે. આટલા પૈસા ખર્ચીને તેણે એવો કોસ્ચ્યુમ બનાવ્યો છે, જેને પહેરીને તે કૂતરા જેવો દેખાય છે. તેને કોઈ ઓળખી શકતુંનથી. ટોકોએ તેના ટ્વિટર હેન્ડલથી કૂતરો બન્યા બાદની તસવીરો પણ શેર કરી છે.

માણસ જે પ્રાણીની જેમ જીવવા માગે છે

માણસ જે પ્રાણીની જેમ જીવવા માગે છે

વ્યક્તિની આવી તસવીરો જોઈને તમે વિચારતા જ હશો કે તેણે આવું કેમ કર્યું? ખરેખર, વ્યક્તિ બાળપણથી જ પ્રાણીઓને પસંદ કરતો હતો.તે હંમેશા પ્રાણીની જેમ જીવવા માંગતો હતો. પ્રાણીઓમાં પણ તેને કૂતરા સૌથી વધુ પસંદ હતા. આ શોખને લીધે, તેણે સ્પેશિયલ ઇફેક્ટવર્કશોપ ઝેપેટનો સંપર્ક કર્યો અને પોતાને એક અલ્ટ્રા રિયાલિસ્ટિક ડોગ કોસ્ચ્યુમ મેળવ્યો હતો.

પોશાક બનાવવો સરળ ન હતો

પોશાક બનાવવો સરળ ન હતો

ઝેપેટે વ્યક્તિની ઈચ્છા અનુસાર કૂતરાના પોશાક બનાવ્યા હતા. તેને પહેર્યા પછી તે કૂતરા જેવો દેખાવા લાગ્યો હતો. આ પોશાકમાં રહેલીવ્યક્તિને કોઈ ઓળખી શકતું નથી. દરેક વ્યક્તિ વિચારે છે કે, આ ખરેખર કૂતરો છે. જોકે આટલો પરફેક્ટ કોસ્ચ્યુમ બનાવવો સરળ ન હતો,પરંતુ ઝેપેટે વ્યક્તિની ઈચ્છા પૂરી કરવામાં કોઈ કસર છોડી ન હતી.

40 દિવસમાં કૂતરાનો પોશાક બનાવ્યો

ઝેપેટ કંપનીના જણાવ્યા અનુસાર, તેઓએ કોસ્ચ્યુમ બનાવવા માટે સિન્થેટિક ફરનો ઉપયોગ કર્યો છે. આ ખાસ કોસ્ચ્યુમ બનાવવામાંકંપનીને 40 દિવસનો સમય લાગ્યો હતો. તેના બદલામાં કંપનીએ વ્યક્તિ પાસેથી તગડી રકમ વસૂલ કરી હતી. આ કોસ્ચ્યુમના બદલામાંકંપનીએ વ્યક્તિ પાસેથી કુલ 2 મિલિયન યેન એટલે કે લગભગ 11 લાખ 63 હજાર રૂપિયા લીધા હતા.

English summary
The person became a dog at a cost of 11 lakhs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X