પ્રેમીને મળવા માટે પતિએ પ્રાઈવેટ પ્લેન ન આપતા પતિની હત્યા માટે સોપારી આપી, જાણો શું છે પુરી ઘટના?
રિલેશનશિપમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રીને કારણે ઘણી વખત તેનો કરૂણ અંજામ આવતો હોય છે. ઘણા કેસમાં વાત હત્યા સુધી પહોંચી ગઈ હોવાના પણ અહેવાલ છે. હવે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અહેવાલો અનુસાર, લિન્ડસે શિવર નામની એક મહિલા તેના પતિ સાથે રહેતી હતી. બંને વચ્ચેના ખરાબ સંબંધોને કારણે છૂટાછેડાની વાત ચાલી રહી હતી. આ દરમિયાન પતિને પહેલાથી જ મહિલાના અફેરની જાણ હતી. છૂટાછેડા પહેલાં આ મહિલા ઈચ્છતી હતી કે તેના બોયફ્રેન્ડ સાથે વીકએન્ડ પર જવા માટે તેનો પતિ તેનું ખાનગી જેટ આપે.

ત્રણ બાળકોની માતા લિન્ડસે તેના બોયફ્રેન્ડ સાથે પ્રાઇવેટ જેટ પર જવા માંગતી હતી. જ્યારે તેના પતિએ તેને જેટ આપવાની ના પાડી તો તેણીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને એક હિટમેન હાયર કર્યો અને પતિની સોપારી આપી દીધી.
મહિલાએ પોલીસને જણાવ્યું કે, છૂટાછેડા માટે અરજી કરી હતી અને તે તેના બોયફ્રેન્ડ અને બાળકો સાથે બહામાસ જવા માંગતી હતી, જેના માટે પતિએ ના પાડી હતી.
લિન્ડસેના પતિએ તેને એમ કહીને પ્લેન આપવાની ના પાડી કે બાળકો તેને સાથે જોઈને કન્ફયૂઝ થઈ જશે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને અંતે બોયફ્રેન્ડ સાથે વાત કરીને લિન્ડસેએ તેના પતિના નામે સોપારી આપી દીધી.
પોલીસને આ હત્યાના કાવતરાની જાણ એક બારમાં જબરદસ્તી ઘુસવાની ઘટના તપાસ દરમિયાન થઈ. તેઓને હિટમેન, લિન્ડસે અને તેના બોયફ્રેન્ડની ચેટ પણ મળી. હાલમાં પોલીસે લિન્ડસેને કસ્ટડીમાંથી મુક્ત કરી દીધી છે પરંતુ તેના પર બહામાસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
