અહીં બને છે દુનિયાની સૌથી મોટી રોટલી, સાઈઝ એવી કે આખુ ગામ ખાઈ લે
તમે મહાકાય પિઝા અને બર્ગર જોયા જ હશે. પરંતુ શું તમે ક્યારેય એવડી મોટી રોટલી જોઈ છે કે એક રોટલીથી એક સાથે ઘણા લોકોના પેટ ભરાઈ જાય. ન જોઈ હોય તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ભારતીય ભોજનમાં સૌથી મહત્વની ગણાતી રોટલીને લઈને ભારતના નામે વર્લ્ડ રેકોર્ડ છે. અત્યારસુધીમાં બનાવાયેલી સૌથી મોટી રોટલીનું વજન લગભગ 145 કિલો હતું. આ સૌથી મોટી રોટલી ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે અને આ એક રોટલી સેંકડો લોકોનું પેટ ભરે છે.

દુનિયાની સૌથી મોટી રોટલી ગુજરાતના જામનગરમાં બને છે. આ રોટલી બનાવવા માટે એક ડઝન લોકો કામ કરે છે. આ રોટલીને ધીમી આંચે પકાવાય છે. આ રોટલીને બનાવીને સેંકડો લોકોમાં વહેંચવામાં આવે છે. આ રોટલી ખાવા માટે ખાસ લોકો આવે છે.
દુનિયાની આ સૌથી મોટી રોટલી જામનગરમાં જલારામ બાપાની જન્મજયંતિ અને ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવવામાં આવે છે. જલારામ મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા સૌથી મોટી રોટલી બનાવવામાં આવે છે. આ રોટલી મંદિરમાં આવનાર તમામ લોકોને પીરસવામાં આવે છે. આ રોટલીને જોવા માટે ખાસ લોકો અહીં આવે છે.
આ રોટલી બનાવવા ઘણી મહિલાઓની જરૂર પડે છે. કલાકોની મહેનત પછી આ રોટલી તૈયાર થાય છે. વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવામાં ઘઉંના લોટનો ઉપયોગ કરાય છે. આ રોટલી બનીને તૈયાર થાય છે ત્યારે તેનું વનજ 145 કિલો આસપાસ હોય છે.












Click it and Unblock the Notifications
