યુવતીએ લગ્નમાં ખૂબસૂરત દેખાવા એવો કાંડ કર્યો કે જીંદગી ગુમાવવી પડી, જાણો શું છે પુરી ઘટના?
લગ્ન એ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. ખાસ કરીને મહિલાઓ લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ શરૂ કરી દેતી હોય છે. આજે આપણે જે યુવતી વિશે વાત કરવાના છીએ તેને પણ કઈંક એવુ જ કર્યુ. જો કે તેને જે કર્યુ તેની મોટી કિંમત ચુકવવી પડી.
લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અવનવા આયોજન કરતા હોય છે. આના માટે તે ડ્રેસથી લઈને આયોજન સુધીની તમામ બાબતો વિશે ધ્યાન રાખે છે. આજે જે યુવતી વિશે વાત કરી રહ્યા છીએ તેને પોતાના લગ્નને યાદગાર બનાવવાના ચક્કરમાં મોટો કાંડ કરી દીધો.

પહેલા દુલ્હન લગ્નના લુક અને ખરીદીમાં વધુ સામેલ નહોતી થતી. હવે એવુ નથી. હવે દરેક દુલ્હનની પોતાની પસંદગી છે કે લુક માટે ખાસ આયોજન કરે છે. એલેસિયા નેબોસો નામની આ યુવતી લગ્ન કરવા જઈ રહી હતી અને તે લગ્નમાં તેના સપનાનો ડ્રેસ પહેરવા માંગતી હતી. જો કે કઈંક અલગ જ થયુ.
21 વર્ષની એલેસિયા નેબોસોએ પોતાના બ્રાઈડલ ગાઉનમાં ફિટ આવવવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી દીધી. તે લગ્નમાં લો કટ ડ્રેસ પહેરવા માંગતી હતી, જેથી લોકોની નજર તેના પરથી હટે જ નહી. યુવતીના એક ફ્રેન્ડે કહ્યું કે તે હંમેશા તેના દેખાવને લઈને કોમ્પ્લેક્સ રહેતી હતી, જેના કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવી દીધી. તેના મંગેતરને પણ તેની આ રીતે સર્જરી કરાવવી પસંદ ન હતી, પરંતુ એલિસિયાએ કોઈની વાત ન સાંભળી.
એલેસિયાએ 11 સપ્ટેમ્બરે ઇટાલીના એક ક્લિનિકમાં સર્જરી કરાવી અને તે જ દિવસે તેને રજા આપવામાં આવી હતી. 18 સપ્ટેમ્બર સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ પછી તેને તાવ, થાક, ઉધરસ, નબળાઈ અને જઠરાંત્રિય સમસ્યાઓ શરૂ થઈ. 20 સપ્ટેમ્બર સુધીમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. લોહીમાં શ્વેતકણોનું પ્રમાણ ઘટવા લાગ્યું અને આખરે હાર્ટ એટેકના કારણે દુલ્હન આ દુનિયામાંથી ગુજરી ગઈ. જે ડ્રેસ માટે તે આટલી હદ સુધી ગઈ તે ક્યાકેય ન પહેરી શકી.












Click it and Unblock the Notifications
