અહીં પથ્થરો ખાવા માટે માટે લાગે છે મોટી લાઈન, જાણો શું ખાસ છે આ પથ્થરમાં?
ચીન જેવા વિચિત્ર દેશોના લોકો ઝેરીલા જીવ ખાતા હોવાનું તમે સાંભળ્યુ હશે. જો કે તેને કોઈ એવુ કહે કે તમને કોઈ એમ કહે કે એક જગ્યાએ એવી છે જ્યાં પથ્થરો ખાવા માટે લોકોની લાઈન લાગે છે તો તમને વિશ્વાસ આવશે?
પહેલી વખત સાંભળવામાં માનવામાં ન આવે એવી આ વાત 100 ટકા સાચી છે. અહીં લોકો પથ્થરોને ચૂસીને ખાય છે. આ જગ્યા એશિયાનો સમૃદ્ધ દેશ છે અને સારા પૈસા આપીને લોકો પથ્થરો ખાવા માટે પહોંચે છે. આ સ્ટોન ફ્રાય પ્લેટ માટે 200 રૂપિયા સુધી ચૂકવાય છે.

આ વાત પણ વિચિત્ર દેશ ચીનની છે. ચીનમાં લોકો ઝેરીલા પ્રાણીઓ સાથે સાથે પથ્થરોને ચુસે છે. આ લોકો આ પથ્થરની મોટી કિંમત ચૂકવે છે. ચીનમાં આ વાનગી લોકપ્રિય છે. કેટલાક લોકો ખાસ કાર્યક્રમોમાં પણ આ વાનગી સર્વ કરે છે.
સુઓડીયુ નામની આ ડિશ ચીનમાં ખુબ જ લોકપ્રિય છે. મધ્ય ચીનના લોકો તેને વધુ ખાય છે. આ ચીનની પરંપરાગત વાનગી છે અને તેના ઘણા ફાયદા થાય છે. આ વાનગી વિશે એવું કહેવાય છે કે તે ચીનના હુબેઈ પ્રાંતમાંથી શરૂ થઈ.
અહેવાલો અનુસાર, જ્યારે ચીની નાવીકો લાંબા અંતર માટે સમુદ્રમાં જતા ત્યારે રસ્તામાં ઘણી વખત ખોરાકની અછત રહેતી. આ સ્થિતિમાં તે આ પથ્થરને ફ્રાય કરીને ચૂસી લેતા, જેના કારણે તેને માછલીનો સ્વાદ મળતો અને પેટ ભરાઈ જતું.
આ ડિશ બનાવવા માટે સૌથી પહેલા નદીમાંથી ખાસ પ્રકારના ચીકણા પત્થરો લાવવામાં આવે છે. આ પથ્થરો કાળા રંગના હોય છે. આ પછી તેને સારી રીતે સાફ કરવામાં આવે છે અને તેલ, મસાલા, ચટણી, કાળા મરી અને થોડો દરિયાઈ ફૂડ ઉમેરીને સારી રીતે તળવામાં આવે છે. વાનગી બનાવ્યા પછી તેમાંથી દરેક પથ્થર ચૂસીને ખાઈ જાય છે.












Click it and Unblock the Notifications
