
Video: મધ્યપ્રદેશનો આ વ્યક્તિ 40 વર્ષથી કાચ ખાઈ રહ્યો છે
મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના શહપુરાના બરગાંવમાં રહેતા દયારામ સાહુને કાચ ખાવાનો એક ખતરનાક શોખ છે. તેને નાનપણથી જ કાચ ખાવાનો શોખ હતો, જે હજી પણ છે. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે દયારામ ઉર્ફે દાની બલ્બ અને બોટલના ટુકડાને કેટલું સરળતાથી ચણાની જેમ ચાવીને ખાઈ રહ્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે અમે દયારામ પાસેથી તેના વિચિત્ર શોખ વિશે જાણવાની કોશિશ કરી, ત્યારે તેણે કહ્યું કે તેને નાનપણથી જ તેના મનમાં કંઈક અલગ કરવાની ઇચ્છા હતી અને આ ઈચ્છાને કારણે તેણે કાચ ખાવાનું શરૂ કરી દીધું જે અગાઉ તેનો શોખ હતો પછી તે તેમનું વ્યસન બની ગયું.
દયારામ સાહુના કહેવા પ્રમાણે, પહેલા તો તે અડધોથી એક કિલો કાચ ચાવીને ખાતા હતા. તેઓ 40-45 વર્ષથી સતત કાચ ખાઇ રહ્યા છે. જો કે, દાંત નબળા થવાને કારણે હવે તેણે ધીમે ધીમે કાચ ખાવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આપને જણાવી દઈએ કે દયારામ સાહુ ઉર્ફે દાની વ્યવસાયે સિનિયર એડવોકેટ અને નોટરી પણ છે. જ્યારે આ વિશે તેમણે શહપુરાના કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તબીબ ડો.સત્યેન્દ્ર પ્રસ્થે સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ પ્રકારનો શોખ જીવલેણ હોઈ શકે છે. કાચ ડાયજેસ્ટિવ હોતો નથી, તેનાથી પેટના આંતરડામાં ઇન્ફેક્શન થઇ શકે છે. લોકોએ આવા જોખમી શોખ ન કરવા જોઈએ.