આ છે ભારતનો સૌથી મોટો જિલ્લો, બની શકે છે એક આખું રાજ્ય
ભારત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચાયેલો દેશ છે. ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એવી રીતે કરાયુ છે કે કેન્દ્રથી લઈને ગામ સુધી દરેકને સમાન અધિકારો અને સત્તા મળે છે. આ માળખામાં જિલ્લાની મોટી ભુમિકા છે. આજે આપણે ભારતના સૌથી મોટા જિલ્લા વિશે વાત કરવાના છીએ.
કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યોમાં જરૂરિયાત મુજબ જિલ્લાઓ બનાવાયા છે. રાજ્ય સરકાર જિલ્લાઓની સંખ્યા વધારી અને ઘટાડી શકે છે. તમે જાણો છો કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ક્યારેક આ જિલ્લાના નામથી દેશમાં એક રાજ્ય હતું.

ભારતના સૌથી મોટા જિલ્લાનું નામ કચ્છ છે અને તે આપણા ગુજરાતમાં જ આવેલો છે. વિસ્તારની દ્રષ્ટિએ તે દેશનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતના આ જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચોરસ કિલોમીટર છે અને આ વિસ્તાર ગુજરાતનો 23.7 ટકા છે. આ જિલ્લાનો અડધાથી વધુ વિસ્તાર રણથી ભરેલો છે, જે ત્યાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે એક સમયે કચ્છ નામનું રાજ્ય હતું. 1956 સુધી કચ્છ રાજ્ય તરીકે પ્રચલિત હતો. 1 નવેમ્બર 1956ના રોજ આ વિસ્તાર મુંબઈ રાજ્યમાં સમાવાયો. ત્યારે મરાઠી અને ગુજરાતી લોકો ત્યાં રહેતા હતા. અમુક સંખ્યા મારવાડી લોકોની પણ હતી. આ પછી 1960 માં ભાષાના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને બે નવા રાજ્યોની રચના કરવામાં આવી.
મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના પછી કચ્છ જિલ્લો ગુજરાતમાં આવ્યો. એક સમયે કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપે તે જિલ્લાને તબાહ કરી નાખ્યો હતો. રાજ્ય સરકારને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતુ. જો કે આજે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે વિકસી ચુક્યો છે.












Click it and Unblock the Notifications
