આ રહ્યા દુનિયાના સૌથી મોંઘા ટામેટા, એક કિલોમાં વૈભવી બંગલો આવી જાય
આજકાલ માર્કેટમાં ટામેટાના ભાવની મોટી બબાલ ચાલી રહી છે. સામાન્ય રીતે 50 રૂપિયા અંદરના ભાવે મળતા ટામેટા આ દિવસોમાં 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જો કે ટામેટાના આ ભાવ દુનિયાના સૌથી મોંટા ટામેટા સામે એક ટકો પણ નથી.
લોકોને 200 રૂપિયે કિલો ટામેટાના ભાવ સાંભળીને પરસેવો છુટી જાય છે ત્યારે કોઈ એમ કહે કે બજારમાં એક ટામેટા કરોડો રૂપિયે કિલો વેચાય છે તો? જી હા, આજે આપણે જે ટામેટા વિશે વાત કરવાના છીએ તે 3 કરોડ રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે.

અહેવાલો અનુસાર, એક ખાસ પ્રકારના દુનિયાના સૌથી મોંઘા ટામેટાની કિંમત પ્રતિ કિલો 3 કરોડ રૂપિયા છે. આ એટલા રૂપિયા છે જેટલામાં તમે સારામાં સારી જગ્યાએ આલિશાન બંગલો ખરીદી શકો. અહીં સવાલ છે કે આ ટામેટા આટલા મોંઘા કેમ છે અને લોકો તેને કેમ ખરીદે છે?
આ ખાસ ટામેટાના માત્ર એક બીજમાંથી 20 કિલો ટામેટાં ઉગાડી શકાય છે. આ ટામેટાનો પાક પણ ઘણો સારો થાય છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારના ટામેટામાં બીજ હોતા નથી. આટલા મોંઘા ભાવ છતાં પણ આ ટામેટાની બજારમાં ઘણી માંગ છે.
આ ટામેટા ટામેટાનો સ્વાદ એવો છે કે જો કોઈ તેને એકવાર ચાખે તો તેને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. આ ટામેટાને એક વખત ખાઈ લીધા બાદ તમે પોતાને રોકી નહીં શકો.
અહેવાલો અનુસાર, હઝેરા જિનેટિક્સ આ ટામેટાના બીજનું ઉત્પાદન કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીનું ફોકસ નવા પ્રકારના બિયારણનું ઉત્પાદન કરવાનું છે. કંપની ઉત્પાદકો અને ખેડૂતો માટે બિયારણનું ઉત્પાદન કરે છે. બીજની પ્રક્રિયા અને વિતરણની પ્રક્રિયા પણ ઘણી લાંબી છે. એક બિયારણને વ્યાપારી ધોરણોથી લઈને ગુણવત્તા સુધીના સંખ્યાબંધ પરિમાણોને પૂર્ણ કરવા પડે છે.












Click it and Unblock the Notifications
