બે પતિ સાથે સાથે આરામથી રહે છે આ મહિલા, 4 બાળકોની માતા પણ બની છે
મહાભારતમાં દ્રોપદીને પાંચ પતિ હતા. જો કે આજના સમયમાં આમ કરવુ સીધી રીતે શક્ય નથી. જો કે બ્રાઝીલની એક મહિલાને 2 પતિ છે અને તે બન્ને સાથે ખુબ જ ખુશ પણ છે.
અહેવાલો અનુસાર, આ મહિલાનો દાવો છે કે તે તેના સંબંધોથી એટલી ખુશ છે કે તેને કોઈ પ્રકારની માનસિક સમસ્યા નથી અને આ જ તેના સારા માનસિક સ્વાસ્થ્યનું રહસ્ય છે. લોકો એક લગ્ન પણ યોગ્ય રીતે નથી સંભાળી શકતા ત્યારે મહિલા બે પુરૂષો સાથે શાંતિની જીંદગી જીવી રહી છે.

27 વર્ષીય લેરી ઇન્ગ્રિડ બ્રાઝિલિયન સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તે તેના પુરૂષ પાર્ટનર સાથે રહે છે. લેરીસાના નામથી પ્રખ્યાત લેરીનો એક પતિ 25 વર્ષનો છે જ્યારે બીજા પતિની ઉંમર માત્ર 18 વર્ષ છે.
અહેવાલો અનુસાર, લૈરિસાના પહેલા લગ્ન 25 વર્ષના ઇટાલો સિલ્વા સાથે થયા હતા. તે 8 વર્ષ પહેલા સિલ્વાને મળી હતી અને તેની સલાહ પર જ તે એક કરતા વધુ પાર્ટનર સાથે રિલેશનમાં રહેવા સંમત થઈ હતી.
લૈરિસાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે અને અહીં તે તેના જીવન સાથે જોડાયેલી બાબતો જણાવતી રહે છે. લૈરિસા કહે છે કે 2 માણસો સાથે રહેવાથી તેનું જીવન સરળ બન્યુ છે. આ બન્ને ઘરના તમામ કામ કરે છે.
આ લૈરિસાએ બીજા પાર્ટનર તરીકે તેના બાળપણના મિત્ર વિક્ટરને પસંદ કર્યો છે. વિક્ટર તેની માતાનો પાડોશી હતો. વિક્ટરે શરૂઆતમાં ખચકાટ અનુભવ્યો પરંતુ પછીથી તે આ સંબંધ માટે સંમત થયો અને હવે ત્રણેય આરામથી રહે છે. તેણીને બંને પતિઓથી 1-1 બાળકો છે, જ્યારે લૈરિસાને પહેલાથી જ 2 બાળકો છે.
લૈરિસાનો દાવો છે કે આ સંબંધ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ઘણો સારો છે. તેની પાસે અન્ય વસ્તુઓ માટે સમય નથી અને તેણે ક્યારેય ડિપ્રેશન વિશે વિચાર્યું પણ નથી. લારિસા એ પણ કહે છે કે જ્યારે ત્રીજી વ્યક્તિ તેમની આસપાસ હોય ત્યારે તેમના પતિઓને ઈર્ષ્યા થાય છે. કોઈ પણ સ્ત્રી અન્ય સંબંધોમાં પ્રવેશી શકતી નથી, જો કે પુરુષનો વિકલ્પ ખુલ્લો છે.












Click it and Unblock the Notifications
