Trending News : લગ્નમાં વરે કરી આવી હરકત, કેકને કારણે દુલ્હને માંગ્યા છુટાછેડા
Trending News : પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થવા સામાન્ય વાત છે. આ ઝઘડાઓને કારણે જ સંબંધોમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે, પરંતુ એક નવી પરિણીત મહિલા તેના લગ્નના દિવસે વરરાજાની એક હરકતથી એટલી નારાજ થઈ ગઈ હતી કે, તેણે બીજા જ દિવસે છૂટાછેડાની માંગ કરી હતી.
સાંભળવામાં તમને આ થોડું અજુગતું લાગ્યું હશે, પરંતુ આ સત્ય છે. મહિલા એ વાત પર મક્કમ છે કે, જ્યારે તેણે ના પાડી હતી, તો તેણે આવું કેમ કર્યું.

બ્રિટનની આ મહિલાએ પોતાની ઓળખ છુપાવીને સોશિયલ ડિસ્કશન ફોરમ રેડિટ પર આખી વાત કહી છે, જે હવે વાયરલ થઈ છે. મહિલાનું કહેવું છે કે, તેણે લગ્નના બીજા જ દિવસે તેના પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા હતા, પરંતુ જ્યારે તમને આની પાછળનું કારણ ખબર પડશે, ત્યારે તમારું મગજ ચકરાઇ જશે.
મહિલાના લગ્ન ક્રિસમસ પહેલા જ થયા હતા, પરંતુ બીજા જ દિવસે મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, વર્ષ 2020માં બોયફ્રેન્ડે તેને પ્રપોઝ કર્યું હતું. પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ લગ્નના દિવસે બોયફ્રેન્ડે કર્યું એવું કૃત્ય, જેનાથી મહિલા નાખુશ થઈ ગઈ.
મહિલાનું કહેવું છે કે, લગ્ન સમારોહની અડધી જવાબદારી બંનેએ લીધી હતી. પણ બોયફ્રેન્ડ મોજીલા સ્વભાવનો હતો. જેના કારણે મહિલાએ તેની સાથે સમાધાન પણ કરવું પડ્યું હતું. હવે તમે વિચારી રહ્યા હશો કે, પુરુષે એવું શું કર્યું જેનાથી મહિલા ગુસ્સે થઈ ગઈ. હકીકતમાં મહિલાએ તેના બોયફ્રેન્ડને પહેલેથી જ કહ્યું હતું કે, તે રિસેપ્શનમાં તેના ચહેરા પર કેક નહીં લગાવે. તેમણે પણ આ વાત પર સહમતિ દર્શાવી હતી, પણ છેલ્લી ઘડીએ તેણે તેના મોઢા પર કેક લગાવી દીધી.
બોયફ્રેન્ડના આ કૃત્યથી મહિલા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે, તે છૂટાછેડા લેવા પર અડગ હતી. મહિલાએ જણાવ્યું, એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે તેણે આવું ન કરવું જોઈતું હતું. પરંતુ તેણે બળપૂર્વક મારું માથું પકડી રાખ્યું અને મારા ચહેરો પર કેક પર જોરથી માર્યો. મહિલાએ લોકોને પૂછ્યું - હવે તમે જ કહો કે, તે ખોટો હતો કે નહીં? નવાઈની વાત તો એ છે કે. મોટાભાગના લોકો મહિલાના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
