23 વર્ષથી સાથે રહે છે જુડવા બહેનો, એક જ સાથે બન્નેએ ડિવોર્સ લીધા, ચૌકાવનારી છે પુરી કહાની

તમે ઘણા એવા જુડવા ભાઈ બહેન જોયા હશે જે એક જેવા જ કપડા પહેરે છે અને તમામ શોખ પણ એક જેવા જ હોય છે. જો કે આજે જે બે બહેનોની વાત કરવા જઈ રહ્યા છીએ તેને તો એક જ સાથે પતિઓને ડિવોર્સ પણ આપી દીધા.

રોઝી અને કેથી જુડવા બહેન છે અને એક જેવી જે દેખાય છે. હાલમાં જ બંનેએ ખુલાસો કર્યો છે કે તે છેલ્લા 23 વર્ષથી દરરોજ એક જેવા જ કપડા પહેરે છે. બન્ને મોટાભાગે સાથે રહે છે. બન્નેની મેચિંગ માત્ર કપડાં સુધી મર્યાદિત નથી પરંતુ બન્નેના ઘર પણ એકસરખા છે અને આજુબાજુમાં બનેલા છે.

kaithi

અહેવાલો અનુસાર, રોઝી અને કેથી આજુબાજુમાં રહે છે અને ફ્લેટમાં કલર પ્લાનિંગ અને પ્લોટનું લેઆઉટ પણ એકસરખું છે. કેથીએ જણાવ્યુ કે, અત્યારે અમારી પાસે એકદમ સમાન લેઆઉટવાળા ઘર છે અને ગ્રે કલરથી રંગાયેલા છે. જ્યારે તેઓ બંને ઘરની બહાર જાય છે, ત્યારે તે એકસરખા મેચિંગ કપડાં પહેરે છે.

રોઝી કોલ્સ અને કેથી હેફરન બંને 69 વર્ષની છે અને સમાન કપડાં પહેરવા ગમે છે. બન્ને લાંબા સમયથી આ કરી રહી છે. બન્ને પાસે ચશ્મા અને પાયજામાની અનોખી જોડી છે. તે સાથે ફરવા અને ખરીદી કરવાનો આનંદ માણે છે. તેઓએ તેમના સફાઈ વ્યવસાયમાં 11 વર્ષ સુધી સાથે કામ કર્યું છે.

બંને 50ના દાયકાના કપડાંની શોખીન છે અને તેમને 50ના દાયકાના ડ્રેસ અને પેટીકોટ સ્કર્ટ પહેરવા ગમે છે. કેથીએ જણાવ્યુ કે, અમારી પાસે ઘણાં કપડાં છે. અમે હંમેશા દુકાન પર જઈએ છીએ અને અમને ગમતી વસ્તુ જોઈએ છીએ. કેથીએ કહ્યું કે, અમે લાંબા ડ્રેસ અને જીન્સ પહેરીએ છીએ. અમારી પાસે સમાન કોટ છે. અલમારી પુરી ભરેલી છે.

બંને બહેનો જણાવે છે કે જ્યારે તે એક સરખા કપડા પહેરીને બહાર જાય છે ત્યારે લોકોને ઓળખવામાં તકલીફ પડે છે. બંનેને લુકની પ્રશંસા ગમે છે. એક સંતાનની માતા કેથીએ કહ્યું કે, આ 70 વર્ષથી કોઈની સાથે લગ્ન કરવા જેવું છે. લોકો અમને જુએ છે અને ફોટો લેવાનું કહે છે.

કેથી આગળ કહે છે કે, લોકો કહે છે કે તે જુડવા લોકોને એકસાથે નથી જોતા. અમારા બંનેના ચશ્મા સરખા છે. અમે અમારા વાળ એ જ રીતે બનાવીએ છીએ. અમારી પાસે સમાન પાયજામા છે, પરંતુ અમે તે હંમેશા એક જ સમયે પહેરતા નથી.

બે બાળકોની માતા રોઝીએ કહ્યું, જ્યારે અમે બહાર જઈએ છીએ, ત્યારે અમે સમાન વસ્તુઓ પહેરીએ છીએ. છેલ્લા 23 વર્ષથી અમે મોટા ભાગના દિવસ સાથે રહીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X