Video : એર હોસ્ટેસે પોતાની ફ્લાઈટમાં માતા-પિતાનું સ્વાગત કર્યુ, વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે

માતા-પિતા પોતાના બાળકોને સારી જગ્યાએ સેટલ કરવા માટે પુરી જીંદગી ખર્ચી નાંખતા હોય છે. બીજી તરફ સંતાનો પણ ઉંચાઈ પર પહોંચીને પોતાના માતા-પિતા માટે એવી વસ્તુઓ કરતા હોય છે જે દરેક સંતાનોએ કરવી જોઈએ. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક એર એર હોસ્ટેસ પોતાના માતા-પિતાને ગર્વથી ભરતી જોવા મળી રહી છે.

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પ્લેનનો છે. આ પ્લેનમાં એર હોસ્ટેસ રહેલી એક યુવતીના માતા-પિતા તેમાં મુસાફરી કરવા માટે ચડે છે. આ દરમિયાન આ એર હોસ્ટેસ તેના માતા-પિતાનું સ્વાગત કરતી જોવા મળી રહી છે.

air hostess

અસ્મિતા નામની એર હોસ્ટેસે આ વીડિયો ખુદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેને લખ્યુ કે, POV- તમારી દીકરી એર હોસ્ટેસ છે. વીડિયોમાં અસ્મિતા તેના માતા-પિતાની ટિકિટ ચેક કરે છે અને તેમને ફ્લાઈટમાં તેમની સીટ પર લઈ જાય છે.

સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહેલો આ વીડિયો યુઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોમાં એર હોસ્ટેસની દિલ ખોલીને પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ ક્લિપમાં પિતા અને પુત્રી બંનેની આંખોમાં ખુશી પણ જોઈ શકાય છે. પિતાને ગર્વ છે કે તેમની પુત્રી આટલી સારી સ્થિતિમાં છે અને પુત્રી ખુશ છે કારણ કે તે તેના પિતાના ગર્વને જોઈ શકે છે. આનું એકમાત્ર કારણ તે છે.

અન્ય એક યુઝર્સે લખ્યુ કે, દરેક વ્યવસાયનું સન્માન કરવું જોઈએ. સારું કર્યું, છોકરી. તારા પિતા નસીબદાર છે. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, સન્માનસ ભારતીય માતા-પિતાના પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ ભલે મોટેથી ન હોય પરંતુ તેઓ તેમના બાળકો અને પરિવાર માટે હંમેશા હાજર હોય છે. જણાવી દઈએ કે, આ પહેલા એક પાયલોટ ટેક ઓફ કરતા પહેલા પિતાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા વીડિયો વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X