Video : બાઈકને મોડીફાઈડ કરીને બનાવી દીધી મીની રોમેન્ટિક પિંકી બાઈક, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
બાઈકના શોખિને બાઈકને મોડિફાઈડ કરીને નવા અખતરા કરતા રહે છે. હવે આવો જ એક અખતરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયામાં એક બાઈકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પિંક કલરની મીની બાઈક જોવા મળી રહી છે. હકિકતમાં આ એક વ્યક્તિના મગજની ઉપજ છે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ દિલ્હીની સડકો પર ગુલાબી રંગના નાના બાઈકને ચલાવતો દેખાઈ રહ્યો છે. હવે વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ કસ્ટમાઈઝ બાઈકના માલિકે તેનું નામ પિંકી રાખ્યું છે.
મિની બુલેટમાં પાછળના ભાગમાં ઑફસેટ મોનોશોક અને આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક સાથે સિંગલ-સીટ, બોબર જેવું સેટઅપ છે. આ બાઈક શોખિનોને પસંદ આવી રહી છે.
બાઇકની રેટ્રો થીમ તેના ગોળાકાર હેડલેમ્પ અને રાઉન્ડ ટર્ન ઇન્ડિકેટર્સ, ટિયરડ્રોપ આકારની એન્જિન ટેંક સાથે છે. આ બાઈક સામાન્ય બાઈક કરતાં ઘણુ નાનુ છે.
જણાવી દઈએ કે, આ બાઈક દિલ્હી સ્થિત NCR બાઈક દ્વારા બનાવવામાં આવ્યુ છે. તેની માલિકી એ જ વ્યક્તિની છે જે તેને ચલાવતો જોવા મળ્યો છે. બાઈકમાં ફેરફાર કરનાર વ્યક્તિનો દાવો છે કે તેણે આ બાઈક તેની પુત્રી માટે બનાવી છે અને તે વાસ્તવમાં બાઈકને બદલે 2013ના હોન્ડા એક્ટિવા પર આધારિત છે.
પિંકીમાં એક્ટિવાના 110 સીસી સિંગલ-સિલિન્ડર એન્જિન અને ચેસિસનો ઉપયોગ કર્યો છે, જેમાં બાદમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
ફ્યુલ ટેંક રોયલ એનફિલ્ડ બાઈકમાંથી લેવામાં આવી છે અને તેને થોડી નાની કરવામાં આવી છે. આગળનું સસ્પેન્શન Honda Aviator માંથી ફ્રન્ટ ડિસ્ક સાથે લેવામાં આવ્યું છે, જ્યારે હેન્ડલબાર Royal Enfield Classic 350 માંથી લેવામાં આવ્યું છે. ઘણા ભાગો મડગાર્ડ, ફ્રેમ જેવા કસ્ટમ મેડ છે.












Click it and Unblock the Notifications
