છોકરીએ ફ્લાઈટમાં કર્યું પ્રપોઝ, શરમાઈ ગયો છોકરો, જુઓ વીડિયો
Viral video: પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, અને પ્રેમ જગ્યા, દેખાવ કે પરિસ્થિતિ જોઈને થતો નથી, પણ એ તો બસ થઈ જાય છે. દુનિયામાં પ્રેમ વ્યક્ત કરવાની ઘણી રીતો છે. દરેક પ્રેમી યુગલ પોતાના પ્રેમને અનોખી રીતે વ્યક્ત કરવા માંગે છે.
એવું જોવામાં આવે છે કે, સામાન્ય રીતે છોકરાઓ છોકરીઓ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. સામાન્ય રીતે બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે, પરંતુ તાજેતરમાં એક છોકરીએ તેના બોયફ્રેન્ડને રસપ્રદ રીતે પ્રપોઝ કર્યું છે.
ઐશ્વર્યાએ ઈન્સ્ટા પર વીડિયો પોસ્ટ કર્યો છે - ચંડીગઢની રહેવાસી ઐશ્વર્યા બંસલે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, તે ફ્લાઈટમાં તેના બોયફ્રેન્ડ અમૂલ્યા ગોયલને પ્રપોઝ કરે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા અમૂલ્યા ગોયલ સાથે ઈન્ડિગો ફ્લાઈટમાં ક્યાંક જઈ રહી છે. આ પછી ફ્લાઈટમાં એક જાહેરાત થાય છે કે અમારી પાસે એક ખાસ કપલ માટે ખાસ જાહેરાત છે. કૃપા કરીને ધ્યાન આપો શ્રી અમૂલ્યા.
આ દરમિયાન ઐશ્વર્યા પાથવે પર ચાલતી આવે છે, અને અમૂલ્યાની સામે ઘૂંટણિયે બેસી જાય છે. તેણીના હાથમાં એક વીંટી છે, અને તેની પાછળ કેટલાક લોકોએ પોસ્ટર પકડ્યા છે. જેના પર લખ્યું છે કે, શું તમે મારી સાથે લગ્ન કરશો?
આ સાંભળીને અમૂલ્યા શરમાય જાય છે. તે ઐશ્વર્યાને લગ્ન માટે હા કહે છે અને ઐશ્વર્યા તેને વીંટી પહેરાવી દે છે.
વીડિયોના કેપ્શનમાં ઐશ્વર્યાએ લખ્યું કે, ઓહ માય ગોડ, મેં જે વિચાર્યું હતું, તેના કરતાં આ સારું હતું. હું તેને કોઈ અનોખી રીતે પ્રપોઝ કરવા માંગતી હતી અને અચાનક મારા મગજમાં આ વિચાર આવ્યો. મને એ પણ ખબર ન હતી કે ક્રૂ મને આ માટે પરવાનગી આપશે કે નહીં, પરંતુ હવે સૌ કોઈ જાણે છે કે શું થયું.
ઉલ્લેખનીય છે કે, લોકો આ પ્રપોઝલના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ કમેન્ટ દ્વારા કપલને અભિનંદન આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
