વેટરને મળી 500 ડોલરની ટિપ, કારણ જાણીને રડી પડશો....
જયારે પણ તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હશો ત્યારે તમે વેટરને 20 થી 50 રૂપિયા ટિપ તરીકે આપતા હશો. પરંતુ અમેરિકાના ડલાસમાં એક એવી ઘટના બની જેને સાંભળીને તમારી આખો ભરાઈ આવશે.
ડલાસના ઍપ્લાઈબી રેસ્ટોરન્ટમાં કામ કરવાવાળા કાર્લ સિમોન નામના એક વેટરને એક ગ્રાહકે 500 ડોલર ટિપમાં આપ્યા. હેરાનીની વાત તો એ છે કે જે ગ્રાહકે 500 ડોલરની ટિપ આપી તેને રેસ્ટોરન્ટની સૌથી સસ્તી વસ્તુ, જેની કિંમત 0.37 ડોલર હતી તે ઓર્ડર કરી હતી.
સિમોનને ટિપ આપતી વખતે ગ્રાહકે નેપકીન પર એક નોટ લખી કે તમે મારી માતાનો દિવસ સારો બનાવી દીધો. મારા પિતાના ગયા પછી મારી માતાને આટલી ખુશ મેં ક્યારેય નથી જોઈ.

ખરેખર એક દિવસ પહેલા સિમોન ગ્રોસરી સ્ટોરમાં સામાન ખરીદી રહ્યા હતા ત્યારે તેમની નજર એક ઉમરલાયક મહિલા પર ગયી જે થોડી પરેશાન લાગી રહી હતી. સિમોને તે મહિલા પાસે જઈને તેમની સાથે વાત કરી અને તેમના સામાનના પૈસા પણ આપ્યા. સિમોનને ખબર ના હતી કે તે મહિલા કેમ પરેશાન હતી પરંતુ તેમને તે મહિલા ને ખુશ કરવાની કોશિશ કરી.
આ મહિલાની દીકરીએ જ રેસ્ટોરન્ટમાં જઈને સિમોનનો આભાર માન્યો અને તેમને 500 ડોલરની ટિપ પણ આપી. સિમોન આ નોટ વાંચીને ખુબ જ ભાવુક થઇ ગયા અને કહ્યું કે તેઓ આ દિવસ જીવનભર યાદ રાખશે.












Click it and Unblock the Notifications
