એવુ તો શું થયુ કે બેડરૂમ છોડીને કુતરાના પિંજરામાં સુવે છે આ યુવતી, કારણ જાણીને તમે વિચારતા રહી જશો
ઘણા લોકોને તમે અજીબ હરકતો કરતા જોયા હશે. હાલ આવી જ એક વિચિત્ર છોકરીની ખુબ ચર્ચા થઈ રહી છે. આ છોકરી તેના કિંગ સાઈઝ બેડરૂમને છોડીને કુતરાના પિંજરામાં સુવે છે.
હાલમાં જ 21 વર્ષની એક યુવતીએ ખુલાસો કર્યો છે કે તે કૂતરાના પાંજરામાં સૂવે છે. તેણીએ જણાવ્યુ કે, તેના ક્વિન સાઈઝ બેડ પર સૂવા કરતાં તેને કુતરાના પિંજરામાં સૂવું વધુ આરામદાયક લાગે છે.

તેણીએ કહ્યું કે, તેણે પિંજરાને સારી રીતે સજાવ્યું છે. તેમાં બ્લેન્કેટ અને ટેડી બીયર રાખવામાં આવ્યા છે. વિચિત્ર વર્તન કરતી આ છોકરીનું નામ લિયા પાર્કર છે. લિયા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડિત છે.
અહેવાલો અનુસાર, તે રોજિંદા જીવનના તણાવથી બચવા અને જ્યારે PTSD વધે ત્યારે પોતાને શાંત કરવા માટે પિંજરાન ઉપયોગ કરે છે. તેણી કહે છે કે જ્યારે તે કૂતરાના પાંજરામાં સૂઈ જાય છે ત્યારે તે ખૂબ જ હળવાશ અનુભવે છે. આ તેની સૌથી આરામદાયક જગ્યા છે.
લિયા જણાવે છે કે, તે રોજ સાંજે કૂતરાના પાંજરામાં સૂવા માટે જાય છે. ક્યારેક તે આખો દિવસ તેમાં આરામ કરવાનો પણ આનંદ લે છે. અમેરિકામાં રહેતી લિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં જ તેણી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ઘણી તસવીરોમાં પિંજરા સામે એક મોટો પલંગ પણ જોવા મળે છે, જેના પર તે બેસે છે પરંતુ તે સૂવા માટે માત્ર કૂતરાના પાંજરાનો ઉપયોગ કરે છે.
લિયા પાર્કરના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે. અહીં તે લોકો સાથે પોતાની જીવનશૈલી વિશે ખુલીને વાત કરે છે. તે એ લોકોના પ્રશ્નોના જવાબ આપે છે જે જાણવા માંગે છે કે આ બધું કેવી રીતે શરૂ થયું.
લિયાએ ખુલાસો કર્યો કે, તે તણાવપૂર્ણ ઘરના વાતાવરણમાં ઉછરી છે અને તેણી કપડાની અંદર જેવી નાની જગ્યાઓમાં શાંતિ શોધતી હતી. તેથી તેણે કૂતરાના પાંજરામાં રહેવાનું નક્કી કર્યું. તેણી 18 વર્ષની ઉંમરથી કૂતરાના પાંજરામાં સૂઈ રહી છે. કોઈ પણ સમયે જલ્દીથી છૂટકારો મેળવવાનો તેનો કોઈ ઈરાદો નથી. લિયા નિયમિતપણે તેના પિંજરાના બેડના વીડિયો શેર કરે છે.












Click it and Unblock the Notifications
