સુંદરતા માટે વપરાતી વીયર ટેનિંગ શું છે? જાણો કેમ જાણકાર દુર રહેવાની સલાહ આપે છે?

આ દિવસોમાં અમેરિકા સહિતના અલગ-અલગ દેશોમાં બીયર ટેનિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાથી લઈને યુરોપ સુધી આની પાછળ ભાગી રહ્યા છે. જો કે નિષ્ણાતો આને એક મોટુ જોખમ ગણાવી રહ્યા છે. હવે તમને સવાલ થતો હશે કે શું છે બીયર ટેનિંગ?

બીયર ટેનિંગ એ બ્યુટી ટિપ છે. ચર્ચા છે કે આનાની ત્વચાની ટેનિંગ વધારી શકાય છે. આની લોકપ્રિયતા થોડા દિવસોમાં સતત વધીર રહી છે. સોશિયલ મીડિયા પર લોકો વીડિયો પણ શેર કરી રહ્યા છે.

beer tanning

બીયર ટેનિંગમાં લોકો બીયરથી સ્નાન કરીને સન બાથ લે છે. જેથી તેમની ત્વચા ટેન થઈ શકે. પહેલા લોકો ટેનિંગ ક્રીમ દ્વારા આ કામ કરતા હતા, પરંતુ હવે લોકો ઝડપી પરિણામ અને સારા ટેનિંગ માટે બીયરનો સહારો લઈ રહ્યા છે.

નિષ્ણાતો આને ઠીક નથી માનતા. જાણકારોનું કહેવુ છે કે, આનાથી લોકો ગંભીર ચામડીના રોગો તરફ આગળ વધી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો તર્ક એ છે કે જે રીતે લોકો બીયર ટેનિંગ માટે સસ્તી બીયરનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં રસાયણો મિશ્રિત હોચ છે. જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા જ ત્વચા પર પ્રતિક્રિયા કરી શકે છે. આ તમારી ત્વચાને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડી શકે છે.

જો તમે ત્વચાને ટેન કરવા માંગતા હોય તો પરંપરાગત ટેનિંગ ક્રીમ લગાવીને જ સન બાથ લો. બીયર ટેનિંગ જે રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે તે જોતા એવું નથી લાગતું કે લોકો નિષ્ણાતો પર કોઈ ખાસ ધ્યાન આપી રહ્યા છે. લોકો પોતાના માટે સારૂ ઈચ્છતા હોય તો નિષ્ણાતોની વાત સાંભળવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X