મણિપુરમાં દાખલ કરાયેલી ઝીરો એફઆઈઆર શું છે? જાણો કેવી રીતે અલગ પડે છે?
મણિપુરમાં કેટલાક હેવાનો દ્વારા મહિલાઓને નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાની ઘટનાએ પુરા દેશને હલાવી દીધો છે. આ ઘટનામાં બળાત્કાર બાદ હત્યા કરી દેવાઈ હતી. હવે આ ઘટનામાં પીડિતાની માતાએ ઝીરો એફઆરઆઈ દર્શાવી છે.
તમે ઘણી ઘટનાઓમાં એફઆરઆઈ કરાઈ હોવાનું સાંભળ્યુ હશે. જો કે આ ઘટનામાં દાખલ કરાયેલી ઝીરો એફઆરઆઈને લઈને ચર્ચા છે. હવે સવાલ એ છે કે આખરે આ ઝીરો એફઆરઆઈ શું છે?

કોઈ પણ ઘટના બને ત્યારે લોકો પોલીસમાં ફરિયાદ કરવા જાય છે પરંતુ સામાન્ય માણસને કાયદાની જાણ હોતી નથી. આના કારણે તેને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. CrPCની કલમ 154માં લખવામાં આવ્યું છે કે કોઈપણ પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધી શકે છે, પછી ભલે તે તેનું કાર્યક્ષેત્ર હોય કે ન હોય. જો મામલો પોલીસ સ્ટેશન સાથે સંબંધિત ન હોય તો પણ સામાન્ય માણસ તે પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકે છે.
આવી ઘટનાઓમાં નિરીક્ષક અથવા વરિષ્ઠ નિરીક્ષકના રેન્કના અધિકારી ફોરવર્ડિંગ લેટર લખે છે અને કોન્સ્ટેબલ દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને ત્યાં કેસ દાખલ થાય છે. આ પછી કેસની તપાસ શરૂ કરાય છે. ઝીરો એફઆઈઆરમાં કોઈ ગુનો લખવામાં આવતો નથી. આ જ કારણ છે કે તેને ઝીરો એફઆઈઆર કહેવાય છે.
ઘણી વખત સામાન્ય બબાલમાં સામેની વ્યક્તિને ફસાવવા FIRમાં તેના પર બીજા ઘણા આરોપો લગાવે છે. તેથી જ પોલીસ આ FIR લખતા ડરે છે.
બહુ ઓછા લોકોને ખબર છે કે ઝીરો એફઆઈઆર પણ એફઆઈઆર જેવી છે. આ બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે તમે ક્રાઈમ એરિયાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો છો જ્યારે ઝીરો એફઆઈઆર ગમે ત્યાં નોંધાવી શકાય છે.












Click it and Unblock the Notifications
