ViralVideo: જર્મન શેફર્ડ કૂતરાએ કરી બતાવ્યું આ સાહસિક કામ
બરફમાં ફસાયોલા પોતાના સાથીને બચાવતા જર્મન શેફર્ડનો આ વીડિયો તમે પણ જોયો.
કુતરાને માત્ર એટલા માટે વફાદાર નથી કહેવામાં આવતો કે તે માણસો અથવા તેના માલિકનાં પ્રત્યે વફાદાર હોય છે, પરંતુ એટલા માટે પણ કહેવાય છે, કે તે મુશ્કેલીના સમયમાં કોઈને પણ મદદ કરી શકે છે. આવો એક જ નજારો હાલમાં જોવા મળ્યો હતો. એક જર્મન શેફર્ડ કૂતરાએ પોતાના સાથીદારની મદદ કરી હતી.

વીડિયોમાં જોવા મળે છે કે, એક જર્મન શેફર્ડ કૂતરાનો સાથીદાર બરફમાં ફસાઇ જાય છે અને ત્યાંથી બહાર નથી નીકળી શકતો. વધી પડતા બરફને કારણે ફસાયેલ કૂતરો બહાર નીકળવાનો માર્ગ નથી શોધી શકતો, ત્યારે જર્મન શેફર્ડને એક વ્યક્તિ તે કૂતરાની મદદ કરવા માટે કહે છે.
તેના મલિકનો આદેશ સાંભળતા જ જર્મન શેફર્ડ બરફમાં ફસાયેલા કૂતરાને મદદ કરવા દોડે છે. પહેલા જર્મન શેફર્ડ બરફ સાફ કરી રસ્તો બનાવે છે તેના પછી ફસાયેલાં તેના સાથીદારને બહાર કાઢે છે. જેવો તેનો સાથી બરફમાંથી બહાર આવે છે કે જર્મન શેફર્ડ તેને વ્હાલ કરવા તેની પર કુદકો મારે છે. તમે પણ જુઓ જર્મન શેફર્ડ કૂતરા અને તેના સાથીદારનો આ ક્યૂટ વીડિયો.
{promotion-urls}












Click it and Unblock the Notifications
