13 કિલો સોનાના ઘરેણાં પહેરીને ફરતા ગોલ્ડન બાબાને મળો
શ્રાવણ મહિનામાં ઉત્તરાખંડથી ઝારખંડ સુધી 100 કિલોમીટર લાંબી કાવડ યાત્રામાં અનેક શિવભક્તો હરિદ્રારના ગૌમુખમાંથી પવિત્ર ગંગાજળ કળશમાં ભરીને ખુલ્લા પગે ઝારખંડમાં આવેલા દેવધરના શિવલિંગ પર ચઢાવવા જાય છે.
ત્યારે આ યાત્રામાં આ વર્ષે એક ગોલ્ડન બાબાએ ભારે આશ્ચર્ય ઊભું કર્યું છે. આ બાબા તેમના ગળામાં સોનાની ઝાડી ઝાડી સાંકળો અને ચેન પહેરે છે. આંગળીમાં સોનાની મોટી મોટી વીંટીઓ અને હાથમાં પણ બ્રેસલેટ અને મોટા સોનાના કડા પહેરી ખુલ્લા પગે કાવડ ઉપાડીને ચાલી રહેલા આ ગોલ્ડન બાબાને પહેલી નજરે જોનાર કોઇ પણ એક સેકન્ડ માટે તેમને જોતા જ રહે છે.
જો કે આ બાબાની પાસે તેમની પોતાની પ્રાઇવેટ સિક્ર્યોરિટી પણ છે. 6 લોકો દિવસ રાત તેમની સુરક્ષામાં રહે છે. ત્યારે આ બાબા વિષે થોડી વધુ માહિતી જાણવાનો અમે પ્રયાસ કર્યો. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કોણ છે આ બાબા અને શું કામ તે સેનાના આ ઘરેણાંથી લદાયેલા છે...

ગોલ્ડન બાબા
આ છે ગોલ્ડન બાબાની રથ યાત્રા. જેમાં બાબા રથ પર સવાર થઇને બેઠા છે.

ગોલ્ડન બાબા
તેમના શરીર પર લદાયેલા આટલા બધા સોનાના આભૂષણ જોઇને લોકોએ તેમનું નામ જ ગોલ્ડન બાબા પાડી દીધું છે.

ગોલ્ડન બાબા
બાબાનું કહેવું છે કે સોનામાં તેમના ઇષ્ટદેવનો વાસ છે અને માટે જ તે વધુ ને વધુ સોનું પહેરી તેમના દેવની ભક્તિ કરે છે.

ગોલ્ડન બાબા
ગણપતિ પૂજન કરી રહેલા ગોલ્ડન બાબા. જરા તેમના હાથ અને ગળામાં પહેરેલા સોનાના આભૂષણને ધ્યાનથી જુઓ તો ખરા!.

ગોલ્ડન બાબા
ગોલ્ડન બાબા 13 કિલો સોનાના ઘરેણાંથી લદાયેલા રહે છે. અને તેમાં વારે તહેવારે વધરો થતો રહે છે.

સિક્યોરીટી
ગોલ્ડન બાબાએ પોતાની સિક્યોરિટી માટે પ્રાઇવેટ સિક્યોરિટી પણ હાયર કરી છે. 6 ગાર્ડ તેમની સાથે હંમેશા રહે છે. જે બાબા અને તેમના શરીર પર લદાયેલા સોનાની સુરક્ષા કરે છે.

ગોલ્ડન બાબા
વળી બાબાના 10 ભક્તો પણ બાબાની સેવામાં દિવસ રાત રહે છે. ત્યારે સોનાથી લદાયેલા આ બાબાને જોઇને કોઇ પણ ચકિત થઇ જાય છે.

રાધે માં
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
