કેમ દુનિયાભરમાં ફેમસ છે જાપાનની લવ હોટલ, જાણો અન્ય હોટલ કરતા શું અલગ હોય છે?

દુનિયામાં એકથી એકથી એક લક્ઝરી હોટલ વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ આજે અમે તમને જે હોટલ વિશે જણાવવાના છીએ તેના વિશે ક્યારેય નહીં સાંભળ્યુ હોય. જાપાનની આ હોટલ આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.

આજે અમે તમને જાપાનની લવ હોટલ વિશે જણાવવાના છીએ. કપલ્સ અને પ્રાઈવર્સીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ લવ હોટલ તેની ખાસિયતો માટે જાણીતી છે.

Love Hotel

લવ હોટલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને કેટલીક કલાકો માટે પણ બુક કરી શકાય છે. તેને 24 કલાક માટે બુક કરવાની જરૂર નથી. આમાં એક રાત રોકાવા માટેનું ભાડું ઘણું વધારે હોય છે. સામાન્ય પરિવાર અહીં રહેવા આવતા પણ અચકાય છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પ્રકારની પહેલી હોટલ 1968માં ઓસાકામાં બની હતી. હાલ સમગ્ર જાપાનમાં આવી 37,000 થી વધુ હોટલ કાર્યરત છે. આવી હોટલને આ મોટાભાગે કપલ્સ દ્વારા બુક કરવામાં આવે છે અને જ્યારે કપલ્સને તેમના પાર્ટનર સાથે થોડો સમય વિતાવવાનો હોય ત્યારે તેઓ આ હોટલમાં રોકાય છે. કપલ્સ બુકિંગને કારણે તેને લવ હોટલ નામ આપવામાં આવ્યું છે.

પુરા જાપાનમાં આવી ઘણી લવ હોટલ આવેલી છે. આ હોટલમાં રૂમનું ઈન્ડિરિયર સ્પેસ અને ગુફાઓ જેવી થીમ પર બનેલુ હોય છે. લવ હોટલોમાં પ્રાઈવર્સી માટે કોઈ બારીઓ રાખવામાં આવતી નથી.

લવ હોટલ અન્ય કરતા ઘણી અલગ છે કારણ કે આમાંની મોટાભાગની સ્ટેશન અને હાઇવે નજીક અને શહેરના બહારના વિસ્તારોમાં બનેલી છે. ઘણી હોટલોમાં જેકુઝી અને મૂડ ચેન્જ લાઇટિંગની સુવિધા પણ આપવામાં આવે છે.

માત્ર જાપાન જ નહીં, જાપાન સિવાય દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, સિંગાપોર, તાઈવાન અને હોંગકોંગમાં પણ આવી હોટલો ફેમસ છે. તેને રોમાન્સ હોટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર, દર વર્ષે 50 કરોડ લોકો જાપાનમાં 37,000 લવ હોટલની મુલાકાત લે છે. આ જાપાનની વસ્તીના 2% છે. આ કેપ્સ્યુલ જેવી હોટેલો જાપાનમાં જોવા મળે છે. તે એટલી નાની હોય છે કે સ્વચ્છતા અને યોગ્ય લાઇટિંગ સાથે અહીં થોડો સમય આરામથી સૂઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X