હાથમાં બેનર લઈને સપનાનો રાજકુમાર શોધી રહી છે આ યુવતી, જાણો કેમ આવુ કરી રહી છે?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે G20 સમિટ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ભારત મંડપમનું નિર્માણ કર્યુ હતુ. હવે આ ભારત મંડપમને લઈને સરકારે મોટી જાહેરાત કરી દીધી છે.
G-20 સમિટ દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા કન્વેન્શન સેન્ટરમાં યોજાયુ હતુ. અહીં તેને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું હતું. G-20 માટે અહીં મોટી તૈયારીઓ કરવામાં આવી હતી. હવે આ ભારત મંડપમનું શું થશે એ અમે તમને જણાવીશું.

પ્રગતિ મેદાનમાં વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી તેનો સમગ્ર લુક બદલવામાં આવી રહ્યો હતો. આ માત્ર G-20 સમિટ માટે જ તૈયાર કરવામાં આવ્યુ હતુ. અહીંના કન્વેન્શન સેન્ટરને ભવ્ય લુક આપીને વિશ્વના સૌથી મોટા સંમેલન માટે તૈયાર કરાયું હતુ.
G-20 પછી ભારત મંડપમનું શું થશે અને તેનો શું ઉપયોગ થશે તે સવાલનો જવાબ જોઈએ તો પહેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર તરીકે જાણીતું હતું. જેને પાછળથી ભારત મંડપમ નામ આપવામાં આવ્યું હતું.
દેશ અને દુનિયાની ઘણી મોટી ઈવેન્ટ અહીં યોજાઈ શકે છે. તમામ પ્રકારની ઈવેન્ટ આ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આ સિવાય અહીં અનેક મોટા સરકારી કાર્યક્રમો પણ યોજાઈ શકે છે. ખાનગી ક્ષેત્રોની જેમ સરકારે પણ તેને ફી ચૂકવીને બુક કરાવવુ પડશે.
ભારત મંડપમ ઈન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન હેઠળ આવે છે, જેના દ્વારા આ કન્વેન્શન સેન્ટર બુક કરી શકાય છે. અહીં વિવિધ પ્રકારના હોલ બનાવવામાં આવ્યા છે અને તેમાં હજારો લોકો એકસાથે બેસી શકે છે. અહીં 5 હજારથી વધુ વાહનો પાર્ક કરી શકાય છે. અહેવાલો અનુસાર, ભારત મંડપમને આગામી ત્રણ મહિના માટે સરકારી કાર્યક્રમો માટે બુક કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
