For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુદરતનો કરિશ્મા! મહિલાએ પેદા કર્યા જોડિયા બાળકો, પરંતુ બંનેના પિતા છે અલગ-અલગ, જાણો આવુ કેવી રીતે થયુ?

કુદરત ક્યારેક આવા કરિશ્મા કરે છે જેના પર લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વિજ્ઞાન પાસે પણ આ ચમત્કારોનો જવાબ નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કુદરત ક્યારેક આવા કરિશ્મા કરે છે જેના પર લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વિજ્ઞાન પાસે પણ આ ચમત્કારોનો જવાબ નથી. યુરોપિયન દેશ પોર્ટુગલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે જોડિયા બાળકોના પિતા અલગ-અલગ છે. વાસ્તવમાં યુવતીએ 24 કલાકની અંદર બે લોકો સાથે સેક્સ કર્યુ હતુ.

યુવતીએ 24 કલાકમાં બે લોકો સાથે કર્યુ સેક્સ

યુવતીએ 24 કલાકમાં બે લોકો સાથે કર્યુ સેક્સ

પોર્ટુગીઝ શહેર મિનેરોસમાં એક 19 વર્ષની યુવતીએ એક જ દિવસમાં બે પુરૂષો સાથે સેક્સ માણ્યા બાદ બે અલગ-અલગ પિતામાંથી જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ડીએનએ ટેસ્ટ દ્વારા આ વાત સામે આવી છે. ડીએનએ ટેસ્ટ તે પુરૂષ દ્વારા કરવામાં આવ્યો હતો જેની સામે મહિલાએ કહ્યુ હતુ કે તે બંને બાળકોનો જૈવિક પિતા છે. પરંતુ પરિણામ આશ્ચર્યજનક આવ્યુ. તે બે બાળકોમાંથી માત્ર એકનો પિતા છે.

પિતા વિશે થયો ચોંકાવનારો ખુલાસો

પિતા વિશે થયો ચોંકાવનારો ખુલાસો

આ પછી મહિલાએ ખુલાસો કર્યો કે તે દિવસે મહિલાએ અન્ય પુરુષ સાથે પણ સેક્સ કર્યુ હતુ. જે બાદ મહિલાએ પુરુષને બોલાવ્યો અને તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. પરિણામ એ આવ્યુ કે બીજુ બાળક તે બીજી વ્યક્તિનુ છે. મહિલાએ કહ્યુ કે તે પરિણામોથી આશ્ચર્યચકિત છે. મને ખ્યાલ નહોતો કે આવુ થઈ શકે છે અને બાળકો ખૂબ જ સમાન છે.

ડીએનએ રિપોર્ટ જોઈ ચોંક્યા

ડીએનએ રિપોર્ટ જોઈ ચોંક્યા

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર યુવતીનુ કહેવુ છે કે તે એક જ સમયે બે લોકો સાથે રિલેશનશિપમાં હતી. આ જ કારણ છે કે તેની સાથે આ કિસ્સો બન્યો. ડીએનએના પરિણામો જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત છે. બાળકોની ઓળખ 8 મહિના બાદ થઈ હતી અને હાલમાં બાળકો લગભગ દોઢ વર્ષના છે. જન્મ પ્રમાણપત્રમાં હજુ પણ બંને બાળકોના પિતા તરીકે માત્ર એક જ વ્યક્તિ નોંધાયેલ છે.

દુનિયાનો આ 20મો કેસ

દુનિયાનો આ 20મો કેસ

મહિલાએ કહ્યુ કે તે આ બંનેનુ ધ્યાન રાખે છે, મને ખૂબ મદદ કરે છે અને તેમને જરૂરી તમામ મદદ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આવા કિસ્સાઓને હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશન કહેવામાં આવે છે. વિશ્વમાં આ પ્રકારનો આવો 20મો કેસ છે.

કેમ થાય છે આવુ

કેમ થાય છે આવુ

પોર્ટુગલના ન્યૂઝ આઉટલેટ G1 અનુસાર આવી ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે માતાના બે ઇંડા બે અલગ-અલગ પુરુષોના શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. તેમની આનુવંશિક સામગ્રી માતાની છે પરંતુ પ્લેસેન્ટા અલગ છે. તેમણે ઉમેર્યુ, 'ગર્ભાવસ્થા કોઈપણ પ્રકારની ગૂંચવણો વિના સારી હતી. છોકરાઓ તંદુરસ્ત જન્મ્યા હતા અને તેમને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી.'

English summary
Woman gives birth to twins from two fathers in Portugal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X